Site icon Revoi.in

અમુક ઉંમર પછી વજનને વધતું કેવી રીતે રોકવું? જાણી લો આ ટ્રીક

Social Share

કોઈ પણ વ્યક્તિનું વજન વધારે પડતું હોય તે શરીર માટે જોખમી જ હોય. આ પ્રકારની વાત તમામ હેલ્થ એક્સપર્ટ કહે છે. આવામાં જે લોકોનું વજન જો અમુક ઉંમર પછી વધે છે તો તે લોકોએ ચેતી જવાની જરૂર છે અને કેટલાક પગલા લેવાની પણ જરૂર છે.

સૌથી પહેલા ડાયટમાં તમારે એવા ફૂડ્સ સામેલ કરવા પડશે, જેના કારણે મેટાબોલિઝ્મ વધે. આ માટે ગ્રીન ટી પી શકો છો. જેના કારણે વજન ઓછું થશે. આ ઉપરાંત જો ભોજન કરતા પહેલા પાણી પીશો તો ભૂખ ઓછી લાગશે, જેના કારણે ઓછું જમશો. જેનાથી સ્પષ્ટ છે કે જો ઓછું ખાશો તો વજન ઓછું થઈ શકે છે.

આળસું બનવાને કારણે ઘણી બીમારીઓને દાવત આપતા હોઈએ છે. તેમાં વજન વધાવાની સંભાવના પણ સામેલ છે. જો એક્ટિવ રહેશો તો આ પ્રકારની મુશ્કેલીથી દૂર રહી શકાય છે. શરીરમાં ફેટ જમા થવાના જોખમને ઓછું કરવા માટે અઠવાડીયામાં ઓછામાં ઓછા 3 વખત એક્સરસાઈઝ જરૂર કરો.