Site icon Revoi.in

પેન્ટ સૂટ સાથે સાડી કેવી રીતે સ્ટાઈલ કરવી? તાપસી પાસે ટ્રિક્સ શીખો

Social Share

એક્ટ્રેસ તાપસી પન્નૂ તેની સ્ટાઈલિશ લુકને કારણે ફેન્સમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. હવે ફરી એક વાર તેની અતરંગી પણ આઉટ ઓફ ધ બોક્સ ફેશન સાથે થોડીક તસ્વીરો શેર કરવામાં આવી છે.

તાપસીનો ઓવરકોટ એલેક્ઝાન્ડર મેક્વિનનો છે અને સિલ્ક સાડી રો મેન્ગોની છે. તેમનો આ લૂક આંતરરાષ્ટ્રીય અને ભારતીય ફેશનનું મિશ્રણ છે. તેના સાથે તેમને જિમી ચૂ ના બ્લેક પંપ, સ્ટેટમેન્ટ સિલ્વર ઈયરકફ અને હીરાની વીંટી સાથે આઉટફિટ સ્ટાઈલ કરે છે.

આ સાથે વાળ માટે તેમને સિલ્વર થ્રેડનો ઉપયોગ કરી ચોટી બનાવી. સામેથી મિડિલ પાર્ટિંગ કરી વાળને સ્કીલ લૂક આપ્યો.

તાપસીના આઉટફિટ વિશે વાત કરીએ તો, ઓવરકોટમાં નોચ લેપલ કોલર, સાઈડ સ્લિટ, પફી શોલ્ડર અને ટાઈટ ફિટિંગ છે.

કાળા કોટ સાથે તેમને પીળી-કાળી સાડીને સ્ટાઈલ કરી, જેમાં સામેથી પ્લીટ કરીને અને પલ્લૂને ખભા પર સ્ટાઈલ કરી છે. છેલ્લે, તાપસીએ પોતાનો લૂક પૂરો કરવા માટે ન્યૂનતમ ગ્લેમ મેકઅપ પસંદ કર્યો.

હેવી આઈબ્રો, ન્યૂડ આઈશેડો, વિંગ્ડ આઈલાઈનર, પાંપણ પર મસ્કારા, ચીકબોન્સ પર બ્લશ, મિનિમલ બેઝ, હાઈ પોઈન્ટ્સ પર હાઈલાઈટર અને હોઠ પર મોવ લિપ શેડ.