Site icon Revoi.in

શિયાળામાં બાળકોની ત્વચાની કાળજી કેવી રીતે રાખવી? જાણો ખાસ ટિપ્સ

Social Share

બાળકોને મોટા કરવા એટલે એ બાળકોની રમત નથી, આ વાત દરેક લોકોના મોઢે સાંભળી હશે. કારણ કે બાળકની સાર-સંભાળ રાખવી આસાન હોતી નથી. દરેક ઋતુમાં બાળકોની અલગ રીતે કાળજી રાખવી પડે છે ત્યારે જો વાત કરવામાં આવે શિયાળાની તો તે દિવસ દરમિયાન બાળકોની ત્વચાને આ રીતે સાચવી શકાય છે.

સૌથી પહેલા છે કે, બાળકો માટે નિયમિતપણે મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. મોઇશ્ચરાઇઝર ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને શુષ્કતા, અન્ય સમસ્યાઓને અટકાવી શકે છે.

જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને શિયાળા દરમિયાન તેમની ત્વચા શુષ્ક, ફ્લેકી અને તિરાડ પડી જાય, તો તમે આ સરળ સ્કિનકેર ટિપ્સને અનુસરીને તમારા બાળકની ત્વચાને સ્વસ્થ રાખી શકો છો.

ત્વચાને સૂર્યની હાનિકારક અસરોથી બચાવવા માટે સનસ્ક્રીન મહત્વપૂર્ણ છે. બાળકોની ત્વચા વધુ નાજુક હોય છે, અને સૂર્યના યુવી કિરણોના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સનબર્ન અને ત્વચાને નુકસાન થઈ શકે છે. સનસ્ક્રીન તેની ત્વચાને આ હાનિકારક અસરોથી બચાવવામાં મદદ કરે છે.

જો કે ઉલ્લેખનીય છે કે બાળકને કોઈ પણ પ્રકારની ક્રીમ, ટ્યુબ કે કઈ પણ લગાવો તે પહેલા તેના વિશે ડોક્ટર પાસેથી જાણકારી લેવી અનિવાર્ય છે.