દેશમાં કોરોના રોગચાળાના અંત પછી, ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. તેની પાછળ ઘણા કારણો છે જેમ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો. આ સાથે, ઈલેક્ટ્રિક વાહનો પર ઘણી બધી સરકારી સબસિડી તેમજ અનેક વાહન કંપનીઓ દ્વારા લોકોને આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોએ ઇલેક્ટ્રિક બાઇક અને સ્કૂટર ખરીદ્યા. જો તમારી પાસે પણ ઈલેક્ટ્રિક બાઇક છે તો તમારે ચોમાસામાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
• બેટરીનું ધ્યાન રાખવું જરૂરી
ચોમાસામાં બેટરીનું ખાસ ધ્યાન રાખો. ઇલેક્ટ્રિક બાઇકની બેટરીને હંમેશા માટે શૂન્ય પર જવા દો નહીં. વરસાદનું પાણી બેટરીમાં ન જવું જોઈએ, નહીં તો બેટરીમાં કાટ લાગવાની સમસ્યા થઈ શકે છે, જેના કારણે બેટરી બદલવી પડી શકે છે.
• સારા ચાર્જરનો ઉપયોગ
ઈલેક્ટ્રિક બાઈકને ચોમાસા દરમિયાન સારા ચાર્જર દ્વારા ચાર્જ કરો. જો નકલી કે હલ્કી ગુમવત્તા વાળા ચાર્જરથી બાઈલને ચાર્જ કરશો તો ઈલેક્ટ્રિક બાઈક વચ્ચે રસ્તા પર છોડી શકે છે.
• ઈલેક્ટ્રિક બાઈકની બ્રેક
વરસાદની મોસમ દરમિયાન, ઘણીવાર એવું જોવા મળે છે કે ઇલેક્ટ્રિક બાઇકની બ્રેકમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે. આવામાં સમયાંતરે બાઇકની બ્રેક ચેક કરતા રહો. જો તમને બ્રેક્સનો ઉપયોગ કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તેને તરત જ ઠીક કરો.
• ટાયરોની સ્થિતિ સારી રાખો
ચોમાસાની ઋતુમાં ઇલેક્ટ્રિક બાઇકના ટાયર સારી સ્થિતિમાં હોવા જોઈએ. જો ટાયરમાં કોઈ સમસ્યા હોય તો, બાઇક તેનું કંટ્રોલ ગુમાવશે અથવા વરસાદ દરમિયાન લપસી જવાની સંભાવના છે.