ઘી અસલી છે કે નકલી કઈ રીતે ઓળખશો ? જાણીલો દેશી ઘીને ઓળખવાની આ કેટલીક સહેલી ટ્રિક
- ઘીની ઓળખ કરો આ રીતે અસલી છે કે નકલી
- હાથ પર ઘીને રગળો આમ કરવાથી ઘી ઓગળે તો અસલી
સામાન્ય રીતે દેશી ધી ની ઓળખવું થોડું મુશ્કેલ છે જો કે એટલું પણ અઘરુ નથી કેટલીક ટિપ્સને ફોલો કરીને તમે ઘી દેશી એસલી છે કે નકલી, ઘી ખાદ્ય સામગ્રી છે જે ભોજન અને પૂજામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જો વધારે પડાત વપરાશના કારણે હવે તો નાર્કેટમાં નકલી ઘી પણ બજારમાં વેચાવા લાગ્યું છે. તહેવારોની સિઝનમાં નકલી મીઠાઈઓ, ડ્રાયફ્રૂટ્સ અને ઘીનું કાળા બજાર ઝડપથી વધી જાય છે. ત્યારે હવે દિવાળી પાસે આવી રહી છે નવરાત્રી આવી રહી છે ત્યારે માર્કેટમાં નકલી ઘી ખૂબ મળતું હોય છે.ત્યારે હવે તેને ઓળખવાની સાચી રીત જોઈએ.
જ્યારે પણ તમે બજારમાંથી ઘી લાવો ત્યારે તેને તમારા હાથ પર લગાવવાનો પ્રયાસ કરો. જો તે ઓગળી જાય તો તે અસલી છે અને જો ઓગળતું નથી તો નકલી ઘી છે
આ સાથે જ બે ચમચી ઘીમાં આયોડિન નાખીને જુઓ કે તેનો રંગ જાંબલી થઈ જાય છે, તો તેનો અર્થ એ કે ઘી નકલી છે. તે બિલકુલ ખરીદશો નહીં.
ઘી ગરમ કરવા પર, જો તે તરત જ પીગળી જાય અને બ્રાઉન થઈ જાય, તો સમજવું કે તે અસલી ઘી છે. આ સિવાય જો તમે ઘીમાં ખાંડ મિક્સ કરીને સારી રીતે હલાવતા રહો તો તેનો રંગ લાલ થઈ જાય તો તેમાં તેલની ભેળસેળ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે દેશી ઘી બનાવવા માટે 40 ટકા રિફાઈન્ડ તેલ અને 60 ટકા ભાગ્ય વનસ્પતિને મિક્સ કરવામાં આવે છે. તેને બનાવ્યા બાદ તેમાં દેશી ઘી પણ મિક્સ કરવામાં આવે છે.