- ચહેરાની ત્વચાને ચમકાવો
- વિટામીનથી ભરપૂર ફળોનું કરો સેવન
- અન્ય રીતે પણ છે તે ફાયદાકારક
દરેક વ્યક્તિને આજના સમયમાં ચહેરા પર ચમક જોઈએ છે. ચહેરાની ત્વચા સુંદર બની રહે તથા ચહેરાની સુંદરતા વધારવા માટે અનેક પ્રકારના પગલા લેતા હોય છે પણ તે વ્યર્થ જતા હોય છે. જો ચહેરા પર ચમકતી ત્વચા જોઈએ છે તો વિટામીનની માત્રા જે ફળમાં હોય તેનું સેવન કરવું જોઈએ.
વિટામિન-એ હોય તેવા ફળો કે શાકભાજી ચહેરાની કરચલીઓ, આંખો અને ફેફસાંનું કેન્સર, સૂર્યપ્રકાશથી થતા નુકસાનને અટકાવવામાં મદદ મળે છે અને તે ત્વચાના આરોગ્યને જાળવવાનું કામ કરે છે. આમાં હાજર રહેલા એન્ટીઓકિસડન્ટ ગુણ પણ ત્વચાને સનબર્નથી બચાવે છે. વિટામિન એ બટાકા, ગાજર, પાલક અને કેરી જેવા ખોરાકમાં ભરપુર પ્રમાણમાં જોવા મળે છે.
ક્યારેક કેટલાક લોકો ચહેરાની સુંદરતા વધારવા માટે તથા આકર્ષક બનાવવા માટે મોંઘા કોસ્મેટિક્સ પ્રોડ્ક્ટ્સ પણ લઇ આવતા હોય છે. પણ તે લોકોએ જાણકારી વગર કોઈ પણ પ્રકારના ખર્ચા કરવા જોઈએ નહી, કારણ કે કોઈ પણ પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ સુંદરતા વધારી શકતી નથી.
વિટામિન સી ત્વચાના કેન્સરની શક્યતા ઘટાડે છે. જ્યારે શરીરમાં વિટામિન સીનું પ્રમાણ ઓછું હોય ત્યારે પેઢામાંથી લોહી આવવા જેવી સમસ્યાઓ જોઈ શકાય છે. વિટામીન સી ખાટા ફળો, મરચાં, બ્રોકોલી, સ્ટ્રોબેરી, ટામેટાં, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ જેવા ઘણા અન્ય શાકોમાં જોવા મળે છે.
આ ઉપરાંત તંદુરસ્ત ત્વચા માટે વિટામિન બી 3 જરૂરી છે. તે મગજ, નર્વસ સિસ્ટમ અને લોહીના કોષોને પણ સ્વસ્થ રાખે છે. વિટામિન બી 3 નો ઉપયોગ ત્વચાને વૃદ્ધત્વથી બચાવવા અને ત્વચાની ચમક જાળવવા માટે કરી શકાય છે. પીનટ્સ, એવોકાડો, બ્રાઉન રાઇસ વગેરેમાંથી તમને વિટામીન બી 3 મળી રહેશે.