Howdy Modi: ડોનાલ્ડ ટ્રમ્પ અને બરાક ઓબામા સાથે ક્યારે, ક્યાં અને કેટલીવાર મળ્યા પીએમ મોદી, જાણો અહીં..
નવી દિલ્હી: અમેરિકામાં 29 સપ્ટેમ્બર-2014ના રોજ મેડિસન સ્ક્વેર અને 27 સપ્ટેમ્બર-2015ના રોજ સિલિકોન વેલીમાં પોતાનો જલવો દેખાડી ચુકેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 22 સપ્ટેમ્બર-2019ના રોજ હ્યુસ્ટનમાં 50 હજારથી વધારે લોકોને સંબોધિત કરશે.
હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સામેલ થવાની સત્તાવાર પુષ્ટિ કરતા કહ્યુ છે કે તેમનું સામેલ થવું બંને દેશોના મજબૂત સંબંધો પર જોર આપવા અને પ્રગાઢ કરવાનો એક શાનદાર અવસર હશે. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટન, ટેક્સાસ અને વાપાકોનેટા, ઓહિયોનો પ્રવાસ કરશે. આ પહેલો મોકો નથી કે જ્યારે ટ્રમ્પ અને મોદીની વચ્ચે મુલાકાત થાય. આવો જાણીએ મોદી ક્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની સાથે મુલાકાત કરશે.
પહેલીવાર 27 જૂન-2017ના રોજ અમેરિકામાં વોશિંગ્ટન ડીસી ખાતે વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. અહીં તેમણે ટ્રમ્પને ગળે લગાવ્યા હતા. તે દરમિયાન એક એવી તસવીર સામે આવી કે જેમાં ટ્રમ્પના ફેસ એક્સપ્રેશનથી લાગી રહ્યું હતું કે તેમના માટે એક આકસ્મિક પરંતુ પ્રસન્ન કરનારી ઘટના રહી હતી.
બાદમાં વ્હાઈટ હાઉસમાંથી બીજી તસવીર આવી, જેમાં ખુદ ટ્રમ્પ મોદીને હગ કરી રહ્યા હતા. આ તસવીર પર પણ ઈન્ટરનેશનલ ફોરમમાં ખૂબ ચર્ચા થઈ. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ સાથે મોદીની આવા પ્રકારની અનૌપચારીક મુલાકાતો પાકિસ્તાનને રુષ્ટ કરનારી હોય છે.
જુલાઈ-2017માં પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત જર્મનીના જી-20 સમિટ દરમિયાન થઈ હતી.
નવેમ્બર – 2017માં ફિલિપિન્સની રાજધાની મનીલામાં આસિયાન સંમેલન દરમિયાન પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વાતચીત થઈ હતી.
નવેમ્બર-2018માં અર્જેન્ટિનામાં ચાલી રહેલી જી-20ની શિખર સમિટ દરમિયાન પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત કરી હતી.
28-29 જૂન-2019ના રોજ જાપાનના ઓસાકામાં જી-20 શિખર સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી. પ્રાંસના બિઆરિટ્ઝ શહેરમાં જી-7 સંમેલનમાં બંને નેતાઓની ચર્ચિત મુલાકાત યોજાઈ હતી.
26 ઓગસ્ટ, 2019ના રોજ પીએમ મોદીએ ફ્રાંસના શહેર બિઆરિટ્ઝમાં જી-7 સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન મોદીની 2017માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પહેલી મુલાકાત વખતે ત્રણ વખત ભેંટવાની તસવીરો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. બાદમાં ફરીથી જ્યારે જી-7 સમિટમાં પીએમ મોદી અને ટ્રમ્પ મળ્યા તો તેમના હાથ પર એટલી જોરથી થપકી મારી કે તે અવાજ ઘણાં દૂર સુધી સંભળાયો હતો. અહીં માત્ર પીએમ મોદી અને ટ્રમ્પની સાથે નહીં, પરંતુ અન્ય ઘણાં વર્લ્ડ લીડર સાથે વડાપ્રધાનની આવા પ્રકારની મુલાકાત ચર્ચામાં રહી ચે.
કહેવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્લ્ડ લીડરને બેહદ ગર્મજોશીથી મળે છે. જ્યાં પહેલા ભારતીય વડાપ્રધાન આવી બેઠકોમાં માત્ર હાથ મિલાવીને ઔપચારીક મેલજોલની તસવીરો આપતા હતા, ત્યારે આ મામલામાં મોદી ઘણાં આગળ છે.
મોદી-ઓબામાની મુલાકાત
સપ્ટેમ્બર-201માં વડાપ્રધાન બન્યા બાદ અમેરિકાના પ્રવાસ પર પહેલીવાર નરેન્દ્ર મોદીની ઓબામા સાથે પેહલીવાર મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં બંને દેશો વચ્ચે પરમાણુ ઊર્જાના મુદ્દાને ઉકેલવા મામલે સંમતિ સધાઈ હતી.
નવેમ્બર-2014માં મ્યાંમારની રાજધાનીએ પીટોમાં આયોજીત ઈસ્ટ એશિયા સમિટ દરમિયાન મોદી અને ઓબામાની બીજી મુલાકાત યોજાઈ હતી. ઓબામાએ મોદીને કર્મયોગી (મેન ઓફ એક્શન) કહીને સંબોધિત કર્યા હતા.
નવેમ્બર-2014માં ઓસ્ટ્રેલિયામાં જી-20 શિખર સમિટમાં મોદી અને ઓબામા સાથે ત્રીજી મુલાકાત યોજાઈ હતી.
26 જાન્યુઆરી, 2015ના રોજ પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ (બરાક ઓબામા) પ્રજાસત્તાક દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ બન્યા હતા.
27 જાન્યુઆરી, 2015ના રોજ મન કી બાતના વિશેષ એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ રેડિયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા
સપ્ટેમ્બર-2015માં મોદી અને ઓબામાની પાંચમી મુલાકાત સિલિકોન વેલીમાં યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન ઓબામાએ યુએનએસસીમાં ભારતની સ્થાયી સદસ્યતાની દાવેદારીને ટેકો આપ્યો હતો.
નવેમ્બર-2015માં પેરિસમાં આયોજીત જળવાયુ પરિવર્તન શિખર સંમેલન દરમિયાન મોદી અને ઓબામાની છઠ્ઠી મુલાકાત યોજાઈ હતી.
7 જૂન, 2016ના રોજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ હતી. પીએમ મોદીની અમેરિકા મુલાકાત વખતે અમેરિકાએ એમટીસીઆર, એનએસજી પર ભારતને ટેકો આપ્યો હતો.
4 સપ્ટેમ્બર-2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-20 શિખર સમિટમાં ભાગ લઈ રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને વિશ્વના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી અને ઓબામાની ટૂંકી મુલાકાત તે સમયે થઈ, જ્યારે તેઓ ચીનના આ પૂર્વીય શહેરમાં સમારંભ સ્થાન પર એક ગ્રુપ ફોટો પડાવવા માટે મંચ પર એકઠા થયા હતા.
1 ડિસેમ્બર, 2017ના રોજ અમેરિકા ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકત કરી હતી. જાન્યુઆરી-2017માં વ્હાઈટ હાઉસ છોડયા બાદ બંને નેતાઓની આ પહેલી મુલાકાત હતી.