Site icon Revoi.in

રશિયા પાસેથી HPCLએ 20 લાખ બેરલ ક્રુડ ખરીદ્યુ: રિપોર્ટ

Social Share

દિલ્હી: રશિયા પર આર્થિક પ્રતિબંધોનો વરસાદ કરવામાં આવ્યો ત્યારથી રશિયાના તે વાતની ચિંતા હતી કે તેની પાસે જે મોટા પ્રમાણમાં તેલ અને ક્રુડ છે તેની ખરીદી કોણ કરશે. આવામાં ભારતીય રિફાઇનરીઓએ રશિયા પાસેથી રાહત દરે ક્રૂડ ઓઇલ મંગાવવાના પ્રયત્નોની ઝડપ વધારી છે. આઇઓસી પછી હવે હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)એ પણ વીસ લાખ બેરલ ક્રૂડ રશિયા પાસેથી ખરીદ્યું છે.

રશિયા અત્યારે વિશ્વના દેશોને ભારે છૂટ સાથે પોતાનું ક્રુડ વેચવા માટે તૈયાર થઈ ગયું છે, કારણ કે જે રીતે યુક્રેનમાં આર્મી ઓપરેશન ચલાવવામાં આવ્યા અને આર્થિક પ્રતિબંધો બાદ રશિયા આર્થિક હાલત ખરાબ થઈ છે.

ફક્ત મોટી કંપનીઓ જ નહીં રશિયાનું ક્રૂડ ખરીદવા દોટ લગાવે, તેમ મનાય છે, કારણ કે તેના લીધે તેના અમેરિકાના ધંધાકીય હિતો સામે મોટું જોખમ સર્જાઈ શકે છે. ભારતની સરકારી કંપનીઓ રશિયન ક્રુડ ખરીદવા માટે નીચા ભાવના ટેન્ડર જારી કરી રહી છે અને મોટા પ્રમાણમાં રશિયન ક્રુડ ધરાવતા વેપારીઓ આ ટેન્ડર ભરી રહ્યા છે.

યુક્રેન પર રશિયાના હુમલાના પગલે પશ્ચિમી દેશોએ તેના પર પ્રતિબંધ લગાવતા કેટલાય દેશોએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યુ છે. તેના લીધે રશિયન ક્રૂડ બજારમાં ભારે છૂટ સાથે ઉપલબ્ધ થઈ ગયું છે. તેના પગલે ભારતની રિફાઇનરીઓએ આ તકનો ફાયદો ઉઠાવવામાં રસ દાખવ્યો છે. એચપીસીએલ દ્વારા ખરીદવામાં આવેલા ક્રુડની ડિલિવરી મેમાં થવાની છે. આ પહેલા આઇઓસીએ પણ 30 લાખ બેરલ ક્રુડ ખરીદ્યુ હતુ તેની ડિલિવરી પણ મેમાં થશે.