Site icon Revoi.in

રિતીક રોશનની સુપર 30 ફિલ્મઃ સમાજના એક પડદા પાછળના હીરોની સ્ટોરી

Social Share

રિતીક રોશનની ‘સુપર 30’ રિલીઝ

સમાજના એક હીરોની સ્ટોરી

આનંદ કુમારના જીવનની વાર્તા

રિતીકનો શાનદાર અભિનય

રિતીક રોશન બૉલિવૂડ જગતને અત્યાર સુધી લોટ્સઓફ સુપર હિટ ફિલ્મ આપી ચુક્યો છે ત્યારે આજે ફરી એકવાર ફિલ્મી પડદે તેની જંગ છેડાઈ ગઈ છે, રિતીક રોશનની ફિલ્મ ‘સુપર 30’ આજે સિનેમાં ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે , ફિલ્મ આજની જનરેશન માટે એક પ્રેરણા છે ,એક નવી આશા છે , એક નવી રાહ છે તો સાથે સાથે પોતાના સપનાઓને ઊંચાઈએ લઈ જવાની વાત છે, એક સામાન્ય મેન કઈ રીતે કરોડો વસ્તી ધરાવનાર દેશમાં પોતાને અલગ તારવે છે તેની વાત છે તો ચાલો કરીયે ક નજર ‘સુપર 30’ના હીરોની સ્ટોરી પર……


દેશમાં આઈઆઈટીના કોચીંગ ક્લાસ ચલાવનારી સંસ્થા ‘સુપર 30’ ના સ્થાપક આનંદ કુમારના જીવનની કહાનિ છે , બીહારના પટનામાં રહેનારા આનંદ કુમારના જીવનમાં આવેલી ચૂનોતીની વાત ફિલ્મમાં કરવામાં આવી છે.
ફિલ્મમાં રિતીક રોશનની એક્ટિંટ ધમાકેદાર છે જ્યારે ફિલ્મનો ઈન્ટરવલ પછીનો પાર્ટ ઠીકઠાક ગણવામાં આવી રહ્યો છે , ફિલ્મના પહેલા ભાગમાં આનંદ કુમારની પર્સનલ લાઈફનું વર્ણન અને આનંદ કુમાર સાથે જોડાયેલી નાની નાની વાતોનું વર્ણન કરવામં આવ્યું છે ત્યારે બીજા ભાગમાં સુપર 30 સ્ટૂડન્ટસનું ભવિષ્ય રોશન કરવા માટે જે મહેનત અને સંધર્ષ છે તેની વાત રજુ કરવામાં આવી છે આ ફિલ્મમાં રિતીકના સાથે સાથે પંકજ ત્રિપાઠીના રોલ ના પણ ખુબજ વખાણ થયા છે.


આ ‘સુપર 30’ ફિલ્મનો પ્રથમ ભાગ ખુબજ શાનદાર છે ,ફિલ્મમાં સામાન્ય રીતે સોંગસ ઓછા છે જ્યારે ફિલ્મનું ડાયરેક્શન અદભૂત જોવા મળ્યું છે ,કરણ જોહર થી લઈને રોનિત રોય ,ફરહા ખાન ,દિયા મિર્ઝા અને યામી ગૌતમે આફિલ્મના ખુબજ વખાણ કર્યા છે ત્યારે રિતીકના પિતા રાકેશ રોશને પણ ફિલ્મને અને રિતીકની એક્ટિંગને તારીફ કાબિલ કહી છે.


આ ફિલ્મ માટે રિતીકે બિહારી ભાષા ફરજીયાત શીખવાની હતી, બિહારી બોલીની સાથે સાથે બિહારી ટોન લાવવો રિતીક માટે એક ચેલેન્જ હતુ ચેલેન્જમાં તે ખરો સાબિત થયો છે બિહારમાં ગરીબ બાળકોને મફતમાં આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરાવનાર આનંદ કુમાર પર બનેલ ફિલ્મ ‘સુપર 30’. માં રિતીક રોશન આનંદ કુમારના રોલમાં છે. રિતીકને બિહારીભષા ભાગલપુરના સુરખીકલના ગણેશ કુમારે શીખવી હતી. ગણેશ ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેકટરના રોલમાં જોવા મળે છે. 18 મહિના સુધી ગણેશે રિતીક રોશનને બિહારી ટોન અને તેના ઉચ્ચારણની ટ્રેનિંગ આપી હતી તેના માટે તેણે ક્લાસ અને ટેસ્ટ પણ લીધી હતી. 18 મહિનીની મહેનત બાદ રિતીકને આ સફળતા મળી છે એમ કહી શકાય, તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે કે રિતીકની મહેનત કેટલી રંગ લાવે છે ,આ ફિલ્મ કેટલી સુપર હિટ સાબિત થાય છે, રિતીક દર્શકોના દિલ જીતી લેશે કે કેમ તોના માટે ચોક્કસ રાહ જોવીજ પડશે બાકી હજુ દર્શકોના દિલ પરથી કબીર સિંહનું હેંગઓવર જોવા મળી જ રહ્યુ છે ત્યારે જોવું રહ્યું કે રિતીકની ફિલ્મને લોકો કેટલી પસંદ કરે છે.