Site icon Revoi.in

પ્રાથમિક શાળાઓના HTAT આચાર્યો પડતર પ્રશ્નો ન ઉકેલાતા ગાંધીનગરમાં ઉપવાસ પર ઉતર્યા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં એચટાટ આચાર્યોના છેલ્લા 12 વર્ષથી અનેક રજુઆતો છતાંયે પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. શાળાના આચાર્યોને 4200 નો ગ્રેડ પે પગાર આપવામાં આવે છે  નિયમ મુજબ 4400 નો ગ્રેડ પે હોવો જોઈએ. ઉપરાંત  HTAT કામ કરીએ છીએ પરંતુ અન્ય લાભો મળતા નથી. વર્ષોથી એક જ સ્થળે સેવા આપતા હોવા છતાંયે બદલી કરી આપવામાં આવતી  નથી આવા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એચટાટ આચાર્યોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.

ગાંધીનગરમાં  સત્યાગ્રહ છાવણી ખાતે સમગ્ર રાજ્યના પ્રાથમિક વિભાગના HTAT આચાર્યો પોતાની બાર વર્ષોની માંગણી મુદ્દે એકઠા થયા છે. આચાર્યો દ્વારા ગાંધીનગર મામલતદાર પાસે આંદોલનની પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ માંગણી ના મળતા આચાર્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીની બાજુમાં રહેલા મેદાનમાં આમરણાંત ઉપવાસ ઉતરીને આંદોલનનું રણશિંગૂ ફૂંક્યું છે. શિક્ષકો કહેવું છે કે જ્યાં સુધી કોઇ નિર્ણય લેવામાં નહી આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર રહેવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગરમાં લડત ચલાવી રહેલા આચાર્યોએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 7000 જેટલા HTAT આચાર્યો છે, અમે બદલીના પ્રશ્નો અને અન્ય પ્રશ્નો મુદ્દે સરકાર પાસે પરિપત્રની માંગણી કરી રહ્યા છીએ. આ અગાઉ તેમની સરકાર સાથે ચાર વખત બેઠક થઈ હોવા છતાં સમાધાન કે સુલેહ ના થતા આખરે ગાંધી ચિન્ધ્યા માર્ગે લડતનો રાહ અપનાવ્યો છે. ગાંધીનગરમાં હાલ 400 જેટલા HTAT આચાર્યો એકઠા થયા છે. અમને 4200 નો ગ્રેડ પે પગાર આપવામાં આવે છે જે 4400 છે. અમે HTAT કામ કરીએ છીએ પરંતુ અન્ય લાભો નથી. કામનું ભારણ હોવા છતાં અમને બદલી કરી આપવામાં આવતી  નથી અને અમે દૂર કામ કરી રહ્યા હોવાથી કેટલાયને કૌટુંબિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. પ્રાથમિક શાળામાં 1-8 ક્લાસ હોય છે, પરંતુ કારકુન, કોમ્પ્યુટર શિક્ષક અથવા પટાવાળાની કોઈ સુવિધા નથી.  અમે કામ કરી રહ્યા છીએ,  અમે આચાર્ય છીએ પણ બધાની જેમ કામ કરીએ છીએ છતાં સરકાર અમારી માંગણી પૂરી કરતી નથી.