Site icon Revoi.in

શેરબજારમાં ભારે તેજીઃ સેન્સેક્સ 2600 પોઈન્ટ ઉછળ્યો

Social Share

મુંબઈઃ શેરબજારમાં આજે ભારે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 2 હજાર 621 પોઈન્ટના તોફાની વધારા સાથે 76 હજાર 583 ના સ્તર પર ખુલ્યો. નિફ્ટી 807 પોઈન્ટના ઉછાળા સાથે 23 હજાર 337 પર ખુલ્યો. આમ બંને ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખૂલ્યા.

લોકસભાની ચૂંટણીનાં પરિણામો પહેલા જ એક્ઝિટ પોલની અસર શેરમાર્કેટ પર જોવા મળી રહી છે. જેમાં બજાર ખુલતાની સાથે જ નવી ઉંચાઈના સંકેત દેખાઈ રહ્યા છે. પ્રી-ઓપનિંગમાં જ સેન્સેક્સના 2 હજાર પોઈન્ટના ઉછાળાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે એક્ઝિટ પોલ પછી, આજનો દિવસ બજાર માટે જબરદસ્ત તેજીનો દિવસ છે. BSE સેન્સેક્સ 3.55 ટકાના વધારા સાથે 76 હજાર 583ના સ્તર પર ખૂલ્યો. આ સિવાય NSEનો નિફ્ટી 807 પોઈન્ટના ઉછાળા સાથે 23 હજાર 337.90 પર ખુલ્યો હતો. શેરબજાર ઐતિહાસિક ટોચ પર ખુલ્યું છે. જે ઐતિહાસિક ગણી શકાય.