દિલ્હીઃ- આજરોજ ઈસરો દ્રારા સુર્ય મિશન આદિત્ય એલ 1 લોંચ કરવામાં આવનાર છે તેને હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે ત્યારે શ્રી હરિકોટ ઈસરોની બહાર આ લોંચને જોવા માટે લોકોની ભારે ભીડ જામી છે સુર્ય મિશનના સાક્ષી બનવા માટે લોકો આતુરતાથી રહા જોઈને ઊભા છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો.
આ સફળતા બાદ ઈસરો દ્રારા સૂર્ય મિશનની જાહેરાત કરી હતી. આદિત્ય, જેનો અર્થ થાય છે “સૂર્ય,” પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર (930,000 માઇલ) દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -1 પર મૂકવામાં આવશે. અહીંથી ભારત સૂર્ય પર સતત નજર રાખી શકશે. સૂર્ય ઓબ્ઝર્વેટરી મિશન શનિવારે સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા સ્પેસપોર્ટના બીજા લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતનું પ્રથમ સૂર્ય મિશન તેની યાત્રા માટે હવે તૈયાર છે. ભારતીય અવકાશ એજન્સી ISRO આજે 11 વાગ્યેને 50 મિનિટે આદિત્ય L1 સેટેલાઇટ લોન્ચ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચિંગ થતું જોવા મળશે.
આ સહીત આ જગ્યાના પાંચ લેંગ્રેસ પોઈન્ટમાંથી પોઈન્ટ 1 પર સ્થાપિત થશે. આ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આદિત્ય L1 PSLV રોકેટની મદદથી તેના ગંતવ્ય સ્થાને જશે. PSLV રોકેટના XL વર્ઝનનો ઉપયોગ મિશન લોન્ચ કરવા માટે કરવામાં આવશે.
આદિત્ય L1ના લોન્ચિંગને જોવા માટે મોટી સંખ્યામાં લોકો શ્રીહરિકોટા પહોંચી રહ્યા છે. તમિલનાડુના લોકોએ કહ્યું કે તેઓને ISRO પર ગર્વ છે. લૉન્ચ જોવા માટે ચેન્નાઈથી પણ લોકો અહીં પહોચ્યા છે દેશભરમાં લોકો આદિત્ય L1ના સફળ લોન્ચિંગ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આ સહીત ચંડીગઢમાં આદિત્ય મિશન માટે અખંડ વિજય ભવ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, ભોપાલમાં મિશનની સફળતા માટે મા વૈષ્ણો ધામ આદર્શ નવદુર્ગા મંદિરમાં ભગવાન પશુપતિનાથનો રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે.