મહાશિવરાત્રી પર સોમનાથમાં શિવભક્તોની ભારે ભીડ -સોમનાથ સહીત આસપાસના મંદિરો શિવનાદથી ગૂંજ્યા, રાત્રે થશે મહાપૂજા
- સોમનાથમાં રાતે થષશે મહાપૂજા
- વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન લાગી
- શિવભક્તોની ભારે ભીડ સોમનાથ મંદિરમાં
આજે દેશભરમાં મહાશિવરાત્રીનો પ્રવ મનાવાઈ રહ્યો છે ત્યારે જાણતી અને પ્રાચીન શિવ ભગવાનના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી છે જો ગુજરાતના સોમનાથની વાત કરીએ તો અહીયા 2 દિવસ પહેલાથી જ રાજ્ય બહારના પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો ત્યારે આજે શિવરાત્રીના પ્રવ પર શિવભક્તોની ભારે ભીડ જામી છે.
આ સહીત આસપાસ રહેતા લોકો પણ આજે ભગવાન શિવના દર્શનનો લ્હાવો લેવા ઉમટી પડતા મોટી સંખ્યામાં ભીડ ઇમટી પડી છે,સાથે જ ભીડને નિયંત્રણ કરવા પોલીસ વ્યવસ્થા પમ સખ્ત ગોઠવાય છે.
સોમનાથ મંદિર સિવાય સોમનાથ આસપાસ આવેલા મંદિરોમાં પણ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે.સોમનાથના શિવ મંદિરમાં અરબી સમુદ્રના મોજાઓ પોતે ભોલેનાથને અભિષેક કરતા જોવા મળે છે. અગહી બાર જ્યોર્તિંલિંગમાંથી પ્રથમ જ્યોર્તિંગ આવ્યું હોવાથી અહી ભક્તોની અપાર શ્રધ્ધા જોવા મળે છે.
શિવરાત્રીને લઈને મંદિર સતત 42 કલાક ખુલ્લુ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે દૂરથી આવેલા ભક્તો એ દર્શન વિના પાછા જ વળવું પડે, આજે વહેલી સવારથી જ વાતાવરણ ભક્તિમય બનેલું જોવા મળ્યું હતું અહી શિવનાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.મહાશિવરાત્રીના પ્રવ પર રાત્રે ચાર પ્રહરની મહાપૂજા અને મહાઆરતીનું પણ આયોજન છે.
આજે વહેલી સવારે 4.00 કલાકે મંદિરના કપાટ ખોલી દેવાયા હતાઆ કપાટ હવે સતત 42 કલાક ખુલ્લા રહેશે તથા 4 પ્રહરની આરતી અને મહાપૂજા નીયત સમયે કરવામાં આવશે જેનો ભક્તો લાભ લઈ શકશે મહાશિવરાત્રીએ શિવભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકશે. આ સહીત 17થી 19 ફેબ્રુઆરી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાવાના છે .