Site icon Revoi.in

મુન્દ્રાના જુના બંદર પર ચોખા ભરેલા જહાંજમાં લાગી વિકરાળ આગ, ફાયર ફાઈટરો દોડી ગયા

Social Share

ભૂજઃ મુન્દ્રાના  જૂના બંદર ખાતે લાંગરેલા એક ચોખા ભરેલા જહાંજમાં એકાએક આગ ફાટી નિકળતા ફાયર બ્રિગેડને જાણ કરાતા મુન્દ્રા અદાણી પોર્ટ અને નગરપાલિકાના ફાયર ફાયટરો દોડી આવ્યા હતા. અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જામસલાયાનાં આદમ સંઘારની માલિકીનાં જહાજમાં 600 ટન ચોખામાં લોડીગ વખતે આ બનાવ બન્યો હતો. ચોખાનાં જથ્થા સાથે કરોડોની કિંમતનું લાકડાનું જહાજ રાખ થઈ ગયું હતું. હાલ તો આગ લાગવાના કારણ સહિતની વિગતો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આગ લાગવાના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, મુન્દ્રા જુના બંદર પર ચોખા લોડીંગ માટે આવેલા જહાજ પર વિકરાળ આગ લાગી હતી.  જહાજમાં 600 ટન ચોખાનુ લોડીંગ કરવાનુ હતુ અને મોટાભાગનુ લોડીંગ થયુ ત્યારે જ આગ લાગી હતી. આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ  અદાણી પોર્ટના બે તથા અન્ય ખાનગી કંપની સહિત 3 ફાયર ફાઇટર ધટના સ્થળ પર પહોચ્યા હતા. અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઊઠાવી હતી. જો કે આગને પગલે જહાજમા મોટુ નુકશાન થયુ હતું. અને કરોડો રૂપિયાના જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમાં નાશ પામ્યો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ મુન્દ્રાના જુના પોર્ટ પર લાંગરેલું  જહાજ આમદભાઇ સંધારની માલિકીનું હોવાનું અને  જામસલાયા રજીસ્ટર થયેલુ  જહાજ હોવાનું જાણવા મળ્યુ છે. મુન્દ્રા જુના બંદરનુ સંચાલન કરતા વિભાગ તથા પોલીસ સહિતને આ આગ અંગે જાણ થતા તેઓ ધટના સ્થળે દોડી ગયા છે.જો કે ફાયર વિભાગના પ્રયત્નોથી મહદ અંશે આગ પર કાબુ મેળવી લેવાયો હતો.