Site icon Revoi.in

નવા સંસદ ભવન પર વિશાળ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભ સ્થાપિત – PM મોદીના હસ્તે કરાયું 6.5 મીટ રના આ સ્થંભનુ’ ઉદ્ધાટન

Social Share

 

દિલ્હી – આજે સોમવારના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​નવા સંસદ ભવનની છત પર વિશાળ અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. આ સાથએ જ આ સ્થંભને તૈયાર કરનારા શ્રમજીવીઓ સાથે પણ પીએમ મોદીએ વાતચીત કરી હતી.

આ ખાસ પ્રસંગે  રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ રાય અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા. અશોક સ્તંભના ઉદ્ઘાટન બાદ પીએમ નરેન્દ્ર મોદી પણ તેની પાસે ઉભા રહીને ફોટો પડાવતા કેમેરામાં કેદ થયા હતા

જાણો અશોક સ્તંભની ખાસિયત

આ અશોક સ્તંભ કુલ 150 ભાગોમાં બાંધવામાં આવ્યો હતો. આને છત પર લઈ જવા બાદ એસેમ્બલ કરવામાં આવ્યા હતા તેમને એસેમ્બલ કરવાનું કામ એપ્રિલના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ બે મહિના જેટલો સમય થયો છે.ઉલ્લેખનીય છે  કે નવા સંસદ ભવનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. તેમાં આવી ઘણી વસ્તુઓ છે, જે અગાઉની બિલ્ડિંગથી અલગ હશે.