Site icon Revoi.in

રાજકોટ શહેર નજીક આવેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જોરદાર આવક

Social Share

ગોંડલ: રાજકોટ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ જણસીથી ઉભરાયું છે. મગફળી, ડુંગળી સહિતની વિવિધ જણસીની યાર્ડમાં આવક જોવા મળી રહી છે. આજથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે.

જાણકારી અનુસાર 55થી 60 હજાર બોરીની મબલખ આવક થઈ છે. આ સાથે ખેડૂતોને ડુંગળીની ક્વોલોટી પ્રમાણે ભાવ પણ મળી રહ્યા છે. 100 રૂપિયાથી 500 રૂપિયા સુધીના ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

જોકે,થોડા સમય પહેલા વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો તેના કારણે અધિકારીઓ દ્વારા થોડા સમય માટે ખરીદી અને વેચાણ પર રોક લગાવી દેવામાં આવી હતી. હવે વાતાવરણ સામાન્ય થતા લોકો પોતાનો પાક વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે અને લોકોને યોગ્ય ભાવ પણ મળી રહ્યા છે.

આ ઉપરાંત ખેડૂતો દ્વારા મગફળી તથા કપાસનું પણ વેંચાણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે માર્કેટમાં તેજી આવી હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં પલટો આવાના કારણે કેટલાક ખેડૂતોના માથે ચિંતાના વાદળા પણ ઘેરાયા હતા