નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે લાખો ટન શેરડીનું ઉત્પાદન થાય છે. તેમાંય સૌથી વધારે ઉત્પાદન ઉત્તરના રાજ્યોમાં થઈ રહ્યું છે. દસ વર્ષના સમયગાળામાં ઉત્તરના છ રાજ્યોમાં ઉત્પાદન મૂલ્યમાં સતત વધારો થયો છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં શેરડીના ઉત્પાદન મૂલ્યું ઘટાડો થઈ રહ્યો છે.
દેશમાં શેરડીના ઉત્પાદનમાં દક્ષિણ ભારતના રાજ્યો પાછળ જઈ રહ્યા છે. શેરડીનું ઉત્પાદન કરતા છ ઉત્તરના રાજ્યોમાં 2011થી 2020 ની વચ્ચે ઉત્પાદન મૂલ્યમાં 42 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે દક્ષિણના પાંચ રાજ્યોમાં આ જ સમયગાળા દરમિયાન 32.4 ટકાનો ઘટાડો થયો હતો. બિહાર, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શેરડીનું સંચિત ઉત્પાદન મૂલ્ય દાયકા દરમિયાન વાસ્તવિક રીતે રૂ. 30,216 કરોડથી વધીને રૂ. 42,920 કરોડ થયું છે.
એકલા ઉત્તર પ્રદેશની ઉત્પાદન મૂલ્ય આશરે 83 ટકા છે અને તેનું ઉત્પાદન મૂલ્ય 43.9 ટકા વધીને રૂ. 35,770 કરોડ થયું છે. આ દરમિયાન દક્ષિણનાં પાંચ રાજ્યો આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં શેરડીનું ઉત્પાદન આ જ ગાળામાં રૂ.268,23 કરોડથી ઘટીને રૂ.18,119 કરોડ થયું હતું. તમિલનાડુમાં ઉત્પાદનમાં સૌથી વધુ 66 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.