વિશ્વ પર્યાવરણ દિવસ: આમને આમ ચાલતું રહેશે તો ઉજ્જડ થઈ જશે ધરતી, દર વર્ષે કપાય છે 15 અબજથી વધુ વૃક્ષો
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ અને સ્વચ્છતાના સ્તરમાં ઘટાડાની પાછળ વૃક્ષોનું અંધાધુંધ કપાવવું પણ મહત્વનું કારણ છે. ધરતી બેશુમાર વૃક્ષોથી આચ્છાદિત છે. પરંતુ લોકો પોતાની સુવિધા અને ફાયદા માટે તેને ખૂબ કાપી રહ્યા છે. આજે પરિસ્થિતિ આવી થઈ ચુકી છે કે જંગલ સમાપ્ત થવાથી ઘણાં વિસ્તાર ઉજ્જડ થઈ ગયા છે. પર્યાવરણ દિવસના પ્રસંગે જાણીએ છીએ કે આજે જંગલ અને વૃક્ષોની સ્થિતિ શું છે?
વિજ્ઞાન પર આધારીત વિશ્વ વિખ્યાત મેગેઝીન નેચરે સપ્ટેમ્બર-2015માં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટ જંગલ અને વૃક્ષોની સ્થિતિ પર આધારીત છે. નેચર સિવાય અન્ય સ્ત્રોતો વર્લ્ડ લાઈફ ડોટ ઓઆરજી, ટાઈમ ડોટ કોમથી પણ વૈશ્વિક સ્તર પર જંગલો અને વૃક્ષોની વાસ્તવિકતાને લઈને સંશોધન કરવામાં આવ્યું છે.
દુનિયાભરમાં ત્રણ ટ્રિલિયન એટલે કે 3,040,000,000,000 વૃક્ષો છે.
દર વર્ષે 15.3 અબજ વૃક્ષો કાપવામાં આવે છે, આમ જોઈએ તો બે વૃક્ષો પ્રતિ વ્યક્તિથી વધુનું નુકસાન થઈ ર્હયું છે.
વૈજ્ઞાનિકો પ્રમાણે, માનવ સભ્યતાની શરૂઆત બાર હજાર વર્ષ પહેલા થઈ હતી અને તે સમયે ધરતી પર જેટલા વૃક્ષો હતા. તેમાં આજની તારીખમાં 46 ટકાનો ઘટાડો થયો છે.
ભારતમાં પ્રતિ વ્યક્તિ 28 વૃક્ષો છે.
ભારતમાં વૃક્ષોની સંખ્યા 35 અબજ છે. જ્યારે ચીનમાં 139 અબજ વૃક્ષો છે અને ચીનમાં પ્રતિ વ્યક્તિ 102 વૃક્ષો આવેલા છે. વૈશ્વિક સ્તર પર જોવામાં આવે, તો સૌથી વધારે વૃક્ષો રશિયામાં છે, જ્યાં 641 અબજ વૃક્ષો છે, તો તેના પછી કેનેડા, બ્રાઝીલ અને અમેરિકાનો ક્રમાંક આવે છે, ત્યાં અનુક્રમે 318, 301 અને 228 અબજ વૃક્ષો છે.
પ્રતિ હેક્ટરના હિસાબથી સૌથી ગઢ વૃક્ષો ધરાવતા દેશોમાં ઉત્તર અમેરિકા, સ્કેંડેનવિયા અને રશિયા છે. આ વિસ્તારમાં લગભગ 750 અબજ વૃક્ષો છે. જે વૈશ્વિક સ્તરના લગભગ 24 ટકા છે.
દુનિયાના જમીની વિસ્તારનો લગભગ 31 ટકા વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે. પરંતુ તેમા ઝડપથી ઘટાડો પણ થઈ રહ્યો છે. 1990થી 2016 દરમિયાન દુનિયામાં 502000 વર્ગ માઈલ એટલે કે 13 લાખ વર્ગ કિલોમીટર જંગલ સમાપ્ત થઈ ગયા છે.
ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ પ્રમાણે, 2017માં ભારતમાં 708273 વર્ગ કિલોમીટર એટલે કે દેશની કુલ જમીનના 21.54 ટકા વિસ્તાર પર જ જંગલ છે. જ્યારે સીઆઈએની વર્લ્ડ ફેક્ટ બુક 2011 પ્રમાણે, દુનિયામાં 39000000 વર્ગ કિલોમીટર જમીન પર જંગલ છે.
દરરોજ 27 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલું જંગલ નષ્ટ થઈ રહ્યું છે.
વિશ્વ બેંક પ્રમાણે, અત્યાર સુધીમાં દક્ષિણ આફ્રિકામાંથી સૌથી વધુ મોટા વિસ્તારમાં વન સમાપ્ત થઈ ગયા છે.
ગત 50 વર્ષોમાં અમેઝન જંગલના વિસ્તારમાં 17 ટકાનો ઘટાડો થયો છે.
દુનિયામાં ભલે લોકો પોતાના ફાયદા માટે વૃક્ષો કાપી રહ્યા હોય અને જંગલને સમાપ્ત કરતા જઈ રહ્યા હોય. પરંતુ આ જંગલના કારણે દુનિયામાં એક કરોડ 32 લાખ લોકોને રોજગાર મળ્યો છે અને જ્યારે લગભગ 4 કરોડ 10 લાખ લોકો આસેક્ટર સાથે જોડાયેલા અન્ય રોજગારમાં છે.
વૃક્ષોને સતત કાપવાથી વનવિસ્તાર સમાપ્ત થઈ રહ્યો છે. આપણે વાર્ષિક 1 કરોડ 87 લાખ એકર જંગલ ગુમાવી રહ્યા છીએ. દર મિનિટે 27 ફૂટબોલ મેદાન બરાબર જંગલ નષ્ટ થઈ રહ્યા છે.
એક દશક પહેલા તંજાનિયાના કોકોટા ટાપુ પર સતત વૃક્ષોના કપાવાને કારણે જંગલોમાં જબરદસ્ત ઘટાડો થયો હતો અને ત્યાંના લોકોને લાગ્યું કે ક્ષેત્રમાં હવે ફરથી ક્યારેય પણ જંગલ દેખાશે નહીં. પરંતુ નજીકના પેમ્બા ટાપુએ એક નવું ઉદાહરણ રજૂ કર્યું હતું. 2008માં ફરીથી ક્ષેત્રને લીલુછમ કરવાનું કામ શરૂ થયું અને ત્યારથી લઈને 2018 સુધી પેમ્બા અને કોકોટા ટાપુ પર 20 લાખથી વધારે વૃક્ષો લગાવાયા છે.
આ આંકડા દર્શાવી રહ્યા છે કે વૃક્ષોને કાપવા અને જંગલોના ખતમ થવાનો સિલસિલો થંભી રહ્યો નથી. જો આમ જ ચાલતું રહ્યું તો ખૂબ ઝડપથી ધરતીનો મોટો હિસ્સો ઉજ્જડ બની જશે. જંગલ સમાપ્ત થઈ ગયા તો કરોડો લોકોની રોજીરોટી છીનવાય જશે. તેવામાં જરૂરી છે કે જંગલ પણ બચાવવામાં આવે અને ધરતીને લીલીછમ રાખવામાં આવે જેનાથી આગામી પેઢીઓ પણ ખૂબસૂરત ધરતીને નિહાળી શકે.