પાકિસ્તાનમાં 1525517 હિંદુઓ, 6745 શીખોની કફોડી સ્થિતિ, હિંદુ-શીખ મહિલાઓના બળબજરીથી ધર્માંતરણ
પાકિસ્તાનમાં 96 ટકા જેટલા મુસ્લિમોની વસ્તી છે અને તેમાં હિંદુ 1.6 ટકા અને શીખો 10 હજારથી પણ ઓછી વસ્તી ધરાવે છે. ખ્રિસ્તીઓની ધાર્મિક લઘુમતી તરીકે પાકિસ્તાનમાં સ્થિતિ હિંદુ-શીખ જેવી જ છે. આવી જ રીતે અહમદિયા અને બહાઈ સમુદાયના લોકોએ પણ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા ભયાનક કક્ષાએ ભેદભાવોનો સામનો કરવો પડી રહ્યો છે. ધાર્મિક લઘુમતીઓ તરીકે પાકિસ્તાનમાં આવા સમુદાયોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એક પડકાર છે. ધાર્મિક લઘુમતીઓની સંપત્તિ, મહિલા-બાળકો સાથે જઘન્ય અને અમાનવીય અપરાધો ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.
તાજેતરમાં શીખ સમુદાયની એક યુવતીની ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવાના આતંકીની સાથે બળજબરીથી ધર્માંતરણ કરીને નિકાહ કરવાનો મામલો સામે આવ્યો હતો. તો તેના પછી વધુ એક મામલામાં એક હિંદુ યુવતીનું પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ગુંડા દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી પાડોશી દેશના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી છે. પાકિસ્તાનમાં તો આજનો હિંદુ, મુસ્લિમ કટ્ટરપંથીઓ માટે આવતીકાલનો મુસ્લિમ છે.
પાકિસ્તાનમાં લઘુમતી-
પાકિસ્તાનમાં બિનમુસ્લિમ લઘુમતીઓમાં બહાઈ, બૌદ્ધ, ખ્રિસ્તી, હિંદુ, પારસી, અહમદિયા અને શીખનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં કુલ 3,078,306 ધાર્મિક લઘુમતીઓ વસવાટ કરે છે. જેમાં 1,680,582 ધાર્મિક લઘુમતીઓ સિંધ, બાદમાં 1,259,303 ધાર્મિક લઘુમતીઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં લઘુમતીઓ-
રાજ્ય | બહાઈ | બૌદ્ધ | ખ્રિસ્તી | હિંદુ | પારસી | અહમદિયા | શીખ | કુલ |
ખૈબર-પખ્તૂનખ્વાં | 3,516 | 220 | 28,080 | 4,209 | 723 | 1,149 | 2,884 | 40,781 |
ફાટા | 400 | 41 | 1446 | 669 | 16 | 23 | 944 | 3,539 |
પંજાબ | 18,102 | 786 | 1,057,071 | 73,456 | 262 | 108,538 | 1,088 | 1,259,303 |
સિંધ | 7,269 | 495 | 228,552 | 1,423,276 | 2,787 | 16,668 | 1,535 | 1,680,582 |
બલુચિસ્તાન | 1,387 | 177 | 18,702 | 23,578 | 265 | 549 | 272 | 44,930 |
ઈસ્લામાબાદ |
242 | 41 | 40,518 | 276 | 16 | 3,677 |
13 | 44,783 |
ગિલગિટ-બાલ્તિસ્તાન | 472 | 5 | 147 | 8 | 16 | 5 | 653 | |
પીઓકે | 1,083 | 23 | 987 | 45 | 13 | 1,580 | 4 | 3,735 |
કુલ | 32,471 | 1,788 | 1,375,503 | 1,525,517 | 4,082 | 132,200 | 6,745 | 3,078,306 |
પાકિસ્તાનમાં 32,471 બહાઈમાંથી સૌથી વધુ 18102 બહાઈ પંજાબમાં વસવાટ કરે છે. જ્યારે સિંધમાં 7269 બહાઈ મતાવલંબીઓ વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં કુલ 1,788 બૌદ્ધ મતાવલંબીઓમાંથી સૌથી વધુ 786 બૌદ્ધ પંજાબ અને 495 બૌદ્ધ સિંધમાં વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં ખ્રિસ્તી બીજા ક્રમાંકની સૌથી મોટી ધાર્મિક લઘુમતી છે અને તેની પાકિસ્તાનમાં કુલ વસ્તી 1,375,503 છે. પંજાબમાં સૌથી વધુ 1,057,071 ખ્રિસ્તીઓ વસવાટ કરે છે. જ્યારે સિંધમાં 228552 ખ્રિસ્તીઓ વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં સૌથી મોટી ધાર્મિક લઘુમતી હિંદુઓ છે અને તેઓની કુલ વસ્તી 1,525,517 છે અને સૌથી વધુ 1,423,276 હિંદુઓ સિંધમાં વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં પારસીઓની કુલ વસ્તી 4,082 છે અને સૌથી વધુ 2,787 પારસી સિંધમાં વસવાટ કરે છે.
જ્યારે ભારતમાં મુસ્લિમ ગણાતા અહમદિયાઓને પાકિસ્તાને બિનમુસ્લિમ જાહેર કર્યા છે અને તેમની પાકિસ્તાનમાં કુલ વસ્તી 132,200 છે અને સૌથી વધુ 108,538 અહમદિયા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં વસવાટ કરે છે.
પાકિસ્તાનમાં 6,745 જેટલા શીખો વસવાટ કરે છે અને તેમની સૌથી વધુ વસ્તી ખૈબરપખ્તૂનખ્વાંમાં 2884, સિંધમાં 1535, પંજાબમાં 1088 અને ફાટામાં 944 શીખો વસવાટ કરે છે.