- 500થી વધુ વકિલોએ ન્યાયાધિશને લખ્યો પત્ર
- પહેલાની જેમ કોર્ટમાં સુનાવણી કરવાની અપીલ કરી
દિલ્હીઃ-કોરોના મહામારીને કારણે કોર્ટની કામગીરી ભારે રીતે પ્રભાવીતથઈ છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં લગભગ એક વર્ષથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટના 500 થી વધુ વકીલોએ મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેને પત્ર લખીને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલાની જેમ શરૂ કરવાની અપીલ કરી છે.
આ સમગ્ર બાબતે વકીલોનું કહેવું છે કે સુનાવણીની વર્ચુઅલ રીત અસફળ અને બિનઅસરકારક છે. તેથી, સુપ્રીમ કોર્ટની કામગીરી પહેલાની જેમ ચાલુ રાખવી જોઈએ અને સુનાવણીની જૂની પદ્ધતિ તાત્કાલિક શરુ થવી જોઈએ. દેશમાં કોરોના કેસોમાં વધારો અને લોકડાઉનને કારણે ટોચની અદાલત ગયા વર્ષે માર્ચથી વર્ચુઅલ રીતે સુનાવણી કરી રહી છે.
મુખ્ય ન્યાયાધીશ બોબડેને લખેલા પત્રમાં વકીલ કુલદીપ રાય, અંકુર જૈન અને અનુજે કહ્યું કે, હાલમાં સુનાવણીની વર્ચ્યુઅલ રીત અસરકારક સાબિત થઈ રહી નથી. વર્ચુઅલ રીતે સાંભળવામાં ઘણી મુશ્કેલીઓ થાય છે. શાખા ફોનનો યોગ્ય સમયે જવાબ આપતી નથી, જેના કારણે મહત્વપૂર્ણ કેસમાં વિલંબ થઈ રહ્યો છે. વર્ચ્યુઅલ સાંભળવાની બાબતમાં નેટવર્ક કનેક્ટિવિટીના મુદ્દાઓ છે અને રજિસ્ટ્રી દ્વારા યોગ્ય સંચાલન થઈ રહ્યું. યુવાન વકીલો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
આ લખેલા પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, વર્ચુઅલ સુનાવણીને કારણે, દેશના ઘણા નાગરિકો, ખાસ કરીને યુવા વકીલો, કોરોના મહામારી અને સુપ્રીમ કોર્ટની વર્ચુઅલ કામગીરી વચ્ચે છેલ્લા 10 મહિનામાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
આ સાથે જ કરહેવામાં આવ્યપું છે કે, વર્ચ્યુઅલ સિસ્ટમ ન્યાય વિતરણ પ્રણાલીના હેતુને અસરકારક કરવામાં નિષ્ફળ ગઈ છે. ઘણા ઉચ્ચ ન્યાયાધીશોએ પણ આ વ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે કેરોનાના કારણે છેલ્લા વર્ષના માર્ચ મહિનાથી કોર્ટની સુનાવણી વર્ચ્યૂઅલ રીતે કરવામાં આવી રહી છે ત્યારે હવે ફરીથી સુનાવણી સાધારણ રીતે કરવાની માંગ વકીલો દ્વારા ઉઠવા પામી છે.
સાહિન-