- આઈટીબીપીના જવાનોને સો સો સલામ
- માઈનસ 40 ડિગ્રીમાં પણ મનાવ્યો ગણતંત્રનો પર્વ
- ભર બરફ વર્ષા વચ્ચે ફરકાવ્યો ધ્વજ
દિલ્હીઃ- દેશ આજે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.આ પ્રજાસત્તાક દિવસ દેશ માટે ખાસ છે કારણ કે ઘણી વસ્તુઓ એવી જોવા મળશે જે પ્રથમ વખત જોશો, કોરોના સંક્રમણ વચ્ચે ઉજવાઈ રહેલા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં માત્ર એવા લોકોને જ એન્ટ્રી મળશે જેમને બંને રસી મળી છે. આ સિવાય કોરોના નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.
જો કે મહત્વની વાત છે કે દેશના જવાનો આપણી સુરક્ષા માટે સરહદો પર દિવસ રાત જોયા વિના ખડેપગે રહે છે, જેમાં આટીબીપીના જવાનો માઈનસ 40 ડિગ્રીમાં પણ દેશની સુરક્ષા માટે પોતાના જીવના જોખમે કાર્યરત રહે છે.
ત્યારે આજે ગણતંત્ર પર્વ પર આ જવાનોને સોસો સલામ છે, કારણે કે ઉત્તરાખંડમાં માઈનસ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ભારે બરફ વચ્ચે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના જવાનોએ ત્રિરંગો ફરકાવ્યો હતો.અને ભારત માતા કી જયના નારા લાગ્યા.ભર બરફ વર્ષાની વચ્ચે ભારત માતાના નારા ગુંજી ઉઠ્યા હતા અને વાતાવરણ પણ જાણે દેશભક્તિમય બન્યું હતું.
બીજી તરફ ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના હિમવીરોએ ઉત્તરાખંડના ઓલીમાં માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં 73મો ગણતંત્ર દિવસ ઉજવ્યો.14,000 ફૂટની ઊંચાઈએ બરફની વચ્ચે તિરંગો ફરકાવ્યો હતો.
તો લદ્દાખમાં પણ જવાનોએ વીરતા દેખાડી હતી.ગણતંત્ર દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. દરમિયાન, દિલ્હીમાં પરેડ પહેલા, લદ્દાખમાં 15,000 ફૂટની ઉંચાઈ અને માઈનસ 40 ડિગ્રી તાપમાન વચ્ચે ITBPના જવાનો ત્રિરંગો ફરકાવતા ફઓટો વાયરલ થઈ રહ્યા છે.