અફઘાનિસ્તાનમાં ભૂખમરોઃ ભારત 50 હજાર ટન ઘઉં મોકલીને અફઘાનની કરશે મદદ
- અફઘાનિસ્તાનમાં વધી રહ્યો છે ભૂખમરો
- પાકિસ્તાનની પરવાનગી બાદ હવે ભારત 50 હજાર ટન ઘંઉની કરશે મદદ
દિલ્હીઃ- તાલિબાન દ્વારા સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ ત્યાની સ્થિતિ વિશ્વથી છૂપાયેલી નથી, અત્યાચાર સસહીત હવે લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે, અહીં લોકોને ખાવાના ફાંફા પડી રહ્યા છે ત્યારે હવે ભારત અફઘાનની મદદે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ભારત અફઘાનિસ્તાનમાંથી ભૂખમરો ઓછો કરવા માટે 50 હજાર મેટ્રિક ટન ઘઉં અફઘાન પ્રદેશને મોકલશે ,જો કે આ બાબત ભારત પહેલા જ કરવાનું હતું પરંતુ પાકિસ્તાનને લઈને વાત એટકેલી હતી ત્યારે હવે પાકિસ્તાને ભારતને અફઘાનિસ્તાનમાં ઘઉં લઈપોતાની જમીન વાપરવાની જવાની મંજૂરી આપી છે.ઉલ્લેખનીય છે કે ગયા મહિને પાકિસ્તાને ઘઉં મોકલવા માટે પોતાની જમીનનો ઉપયોગ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ સમગ્ર બાબતને લઈને તાલિબાન સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે, ભારત માટે હવે જમીન મારફતે ઘઉં મોકલવાનો રસ્તો મોકળો થયો છે. લગભગ એક મહિના પછી પાકિસ્તાને આ મામલે ભારતને પરવાનગી આપી દીધી છે. જેને લઈને ઘઉં પહોચાડવાનો મામલો સફળ થયો છે,.હવે ભારત વાઘા બોર્ડર થી લઈને પાકિસ્તાન મારફતે અફઘાનિસ્તાનમાં ઘંઉની સપ્લાય કરશે.
તાલિબાનની હુકુમત બાદ અફઘાનિસ્તાનમાં ભારત તરફથી આ પ્રથમ સહાય કરવામાં આવશે. આ પહેલા ઈરાન, યૂએઈ અને પાકિસ્તાન જેવા દેશો અફઘાનિસ્તાનમાં લોજિસ્ટિક્સ અને તબીબી પુરવઠામી મદદ મોકલી ચૂક્યા છેૈ, આ મામલે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે ફઘાનિસ્તાનમાં લગભગ 4 કરોડ લોકો ભયંકર ખોરાકની કટોકટીનો સામનો કરી શકે છે, જેયારે હવે ભઆરત તેની મદદે આવીને સહાય કરશે