- બંગાળની ખાડીનું વાવાઝોડુ તેજ બન્યું
- 111 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂકાશે પવન
દિલ્હીઃ-દિલ્હીઃ- છેલ્લ ા2 દિવસથી ચક્રવાત અસાનીને લઈને આગાહી કરવામામં આવી હતી ત્યારે હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું વિતેલા દિવસને રવિવારે ચક્રવાત ‘આસાની’માં ફેરવાઈ ગયું છે. ચક્રવાતી તોફાન 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને તેના કર્મચારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને એલર્ટ પર મૂકી દીધી છે. આ સાથે જ કર્મચારીઓની રજાઓ પણ વાવાઝોડાને લઈને રદ કરવામાં આવી છે. બીજી તરફ ભારે વરસાદની શક્યતાો સેવાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યાપ્રમાણે ચક્રવાત આજરોજ સોમવારે બંગાળની ખાડીમાં 111 kmp ની ઝડપે આગળ વધવાની ધારણા છે. ઓડિશાના દરિયાકાંઠે 10 મેના રોજ દરિયામાં પવનની ઝડપ વધીને 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
આવનારા 24 કવાકમાં આ વાવાઝોડુ તેજ બનવાની શક્યતાઓ છે.આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 24 કલાક દરમિયાન પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 10 મેની સાંજ સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. ત્યાર બાદ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળશે અને ઓડિશા કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
ચક્રવાતની અસરને કારણે, પશ્ચિમ બંગાળ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગોના દરિયાકાંઠે મંગળવારથી ભારે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. માછીમારોને 10 મેથી આગામી સૂચના સુધી દરિયામાં અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ન જવાની સલાહ આપવામાં આવી છે.