Site icon Revoi.in

યાસ વાવાઝોડાનું સંકટઃ ગુજરાત અને રાજસ્થાનથી પુરી જતી ટ્રેનો કરાઈ રદ

Social Share

સાત જેટલી ટ્રેનો રદ કરાઈ
• વાવાઝોડુ બંગાળની ખાડીમાં થયું સક્રિય
• વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

દિલ્હીઃ તાઉતે વાવાઝોડાએ તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં તબાહી મચાવી હતી. ત્યારે હવે યાસ નામના વાવાઝોડાનું જોખમ ઉભું થયું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડુ સક્રિય થયું હોવાથી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમ તોડાઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ગુજરાત અને રાજસ્થાનથી પુરી જતા તમામ ટ્રેનો વાવાઝોડાના સંકટને ઘ્યાનમાં રાખીને 27મી મે સુધી રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી સરકાર દ્વારા સુરક્ષાને લઈને કવાયત તેજ બનાવવામાં આવી છે. આ વાવાઝોડું અહીં ભારે તબાહી મચાવી શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખી રેલ્વે દ્વારા 27 મે સુધીની અલગ અલગ ગુજરાત અને રાજસ્થાનથી પુરી તરફ જતી સાત જેટલી ટ્રેન રદ્દ કરી હોવાનું જાણવા મળે છે. તા. 23 અને 24ના રોજ અમદાવાદ-પુરી તા. 25મી મેની સુરત-પુરી, 25 અને 27મીના રોજ પુરી-અમદાવાદ, 26મી પુરી-અમદાવાદ, 24મીએ પુરી-અજમેર, 25મીએ અજમેર-પુરી અને 26મીના પુરી-જોધપુર ટ્રેન રદ કરવામાં આવી છે.