Site icon Revoi.in

બહામાસમાં 297 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયું ‘હરિકેન ડોરિયન’ વાવાઝોડુ, 5ના મોત,13 હજાર ઘરો નષ્ટ

Social Share

કૈરબિયાના દેશ બહામાસમાં વાવાઝોડાનો આતંક

ડોરિયન નામના વાવાઝોડાથી 5 લોકોના મોત

297 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

દરિયાની લહેરોના પાણી લોકોના ઘર સુધી પહોચ્યો

13 હજાર જેટલા ઘરો નષ્ટ

વાવાઝોડા ડોરિયને કૈરેબિયાના દેશ બહામાસમાં તાંડવ મચાવ્યું છે,હવે આ વાવાઝોડાએ પોતાની દિશા બદલીને ફ્લોરીડા તરફ આગળ વધ્યું  છે, આ વાવાઝોડાની ઝપેટમાં અત્યાર સુધી પાંચ લોકોના જીવ ગયા છે, 13 હજાર લોકોના ઘર બરબાદ થઈ ચુક્યા છે, ત્યારે હવે આ વાવાઝોડાની ઝપેટમાં ફ્લોરિડા આવ્યું છે,બહામાસમાં સોમવારના રોજ આ વાવાઝોડાની સ્થિતી એવી રહી હતી કે બચાવ કર્મચારીઓ પણ પોતાનો બચાવ કરવા માટે આમ તેમ સંચતાવું પડતુ હતુ.

બહામાસના પ્રધાન મંત્રી હુર્બટ મિનિસે, હરિકેન ડોરિયનને અત્યાર સુધીનું સૌથી ભયાનક તોફાન ગણાવ્યું છે,સૌથી વધારે નુકશાન સમુદ્રની ઊંચી લહેરો અને અને ઝડપી ફૂકાંયેલા પવનના કારણે નોંધાયું છે,તેનું ભયંકર સ્વરુપ જોતા અમેરીકાના પૂર્વ તટપરથી મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે,અમેરીકા મિયામી સ્થિત રાષ્ટ્રીય કેન્દ્રની વાત માનવામાં આવે તો
આ પવનની ઝડપમાં હાલ સામાન્ય ધીમી ગતિ જોવા મળી છે અને તે હવે ચોથી શ્રેણીમાં આવી ગયુ છે.

જો કે, આ વાવાઝોડાના કારણે 297 પ્રતિ કિલો મીટરની ઝડપે પવન ફૂંકાયો છે,તૂફાનના કારણે ભારે વરસાદે જોર પકડ્યું છે,દરીયામાંથી ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે,ગ્રાન્ડ બહામાના મંત્રી ક્વાસી થૉમ્પસનને જણાવ્યું કે ,અહિની પરિસ્થિતી ખુબજ કથળેલી જોવા મળી છે,બચાવ કર્મચારીઓ પણ કઈજ કરી ન શકે તેવી સ્થિતી સર્જાય છે,પરિસ્થિતી કાબુમાં આવ્યા પછી બચાવ કાર્ય બરાબર કરી શકાશે, ગ્રાન્ડ બહામાના કેટલાક વિસ્તારોમાં પાણી લોકોના ઘર સુધી પહોચ્યું છે,એક વ્યક્તિએ આ પાણીનો વીડિયો પણ શૅર કર્યો છે જેમાં જોવા મળ્યું છે કે પાણી આમ થી તેમ ઉછળી રહ્યું છે.

અમેરીકાના નેશનલ હરિકેન કેન્દ્રએ જણાવ્યું છે કે, આગામી થોડા દિવસોમાં હરિકેન ડોરિયન વધુ શક્તિશાળી બનવાની શંકાઓ છે.ત્યાર બાદ તે ધીરે ધીરે નબળુ પડી શકે છે. લોકોને ગ્રાન્ડ બહામાસમાં મદદની ખુબજ આવશક્તા છે. તોફાનને કારણે નૌકાઓ તૂટી ગઈ છે, મકાનો તૂટી પડ્યા છે અને ઘણાં વૃક્ષો પણ જમીનમાંથી ઉખડી ગયા છે. એટલાન્ટિક બેસિનમાં બીજા નંબરનું સૌથી શક્તિશાળી તોફાન બન્યુ છે.

આ રીતે ફ્રીપોર્ટ ક્ષેત્રમાં પાણી લોકોના ઘર સુધી પહોચી ગયુ છે,સંસદ સદસ્ય ડેરેન હેનફીલ્ડે કહ્યું કે ,બહામાસના એક ટાપુમાં ભાર તબાહી મચેલી જોય શકાય છે,અમેરીકાના નેશનલ હરીકેન સેંટરે ફ્લોરીડા અને ઝોર્ઝીયોના તટીય વિસ્તારોમાં લોકોને સતર્ક રેહવાની સુચના આપવામાં આવી છે,હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,આ તૂફાન તટ વિસ્તારોથી દૂર રહેશે,જો કે હાલમા પણ તોફાનના રસ્તાઓનો હજી ચોક્કસ અંદાજ  નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના માર્ગમાં થોડો ફેરફાર ફ્લોરિડામાં મોટા વિનાશનું કારણ બની શકે છે.