Site icon Revoi.in

મેક્સિકોના અખાતમાંથી અમેરિકાના પશ્વિમ કાંઠે આવેલા ફ્લોરિડા તરફ મિલ્ટન વાવાઝોડું આગળ વધ્યું

Social Share

નવી દિલ્હીઃ મેક્સિકોના અખાતમાંથી અમેરિકાના પશ્વિમ કાંઠે આવેલા ફ્લોરિડા તરફ મિલ્ટન વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઈને અમેરિકાના વહીવટીતંત્રે ફ્લોરિડાના 50 લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે, વાવાઝોડાના કારણે ઝડપી પવન ફૂંકાવાની, ભારે વરસાદની અને સંભવિત ચક્રવાતની પણ શક્યતા છે.

વાવાઝોડાની શક્યતાના પગલે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડને જર્મની અને અંગોલાની તેમની આ સપ્તાહની મુલાકાત મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.