Site icon Revoi.in

વાવાઝોડાને કારણે કૃષિક્ષેત્રને કરોડાનું નુકશાનઃ બાગાયતી અને ઉનાળુ પાક ધોવાઈ ગયો

Social Share

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ભારે ખાનાખરાબી સર્જી છે. ગુજરાતના કૃષિ ક્ષેત્રની કેડ ભાંગી નાંખી છે અને ઉનાળુ તથા બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે . તેના કારણે ખેડૂતોને પારાવાર હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.

તાઉ-તે વાવાઝોડાએ ખેતીક્ષેત્રે ભારે નુકશાન પહોંચાડ્યુ છે.  માત્ર કેરીના પાકને નુકસાનની વાત કરીએ તો તે કરોડ રૂપિયામાં થવા જાય છે કેરી ઉપરાંત ચીકુ પપૈયા કેળા જેવા બાગાયતી પાકો અને મગફળી તલ બાજરી ડાંગર લેવા ઉનાળુ પાકો ને સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેનો સર્વે હાથ ધરીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરી છે પરંતુ જો રાહતના માપદંડ ફેરવવામાં નહીં આવે તો આ પ્રકારની રાહત ખેડૂતોને ઊભા થવામાં મદદ કરવાના બદલે માત્ર મલમપટ્ટા જેવી બની રહેશે કારણ કે હાલ રૂપિયા 20 હજારની મર્યાદામાં વધુમાં વધુ 2 હેકટર માટે સહાય ચૂકવવામાં આવતી હોય છે.

ખેડૂતોની માફક માછીમારોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન સહન કરવું પડ્યું છે. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલાં જ ફર્ટિલાઇઝર કંપનીઓ એ ખાતરના ભાવમાં થેલી દીઠ રૂપિયા 1000 થી 1700 સુધીનો કમરતોડ ભાવ વધારો ઝીંકી દીધો છે ખાતરના ભાવમાં થયેલા વધારાથી ખેડૂતની કમર બેવડી વળી ગઈ છે અને વાવાઝોડાએ તેના પર પાટું માર્યું છે.

વાવાઝોડા અને વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ નુકસાન જસદણ અને વીંછિયા તાલુકામાં થયું છે અને એકાદ બે દિવસમાં જ તેનો સર્વે હાથ ધરીને સરકારને રિપોર્ટ મોકલવામાં આવશે તેવી વાત રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહન કરી છે. નુકસાનીનો પ્રાથમિક અંદાજ કેટલો છે તે બાબતે પૂછતાં કલેક્ટરે જણાવ્યું હતું કે આખા જિલ્લાનો સર્વે કરાયા બાદ તે માહિતી જાહેર કરવામાં આવશે સર્વે માટે ટીમની રચના કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ મળી જશે.