Site icon Revoi.in

પતિ-પત્ની ભૂલથી પણ ના કરવું જોઇએ,આ છે કારણ

Social Share

આવું કેટલાક ઘરોમાં જોવા મળે છે કે જ્યાં પતિ અને પત્ની દ્વાર એક જ થાળીમાં જમવામાં આવતું હોય છે. આ પ્રકારે તેઓને લાગતું હોય છે કે આમ કરવાથી પ્રેમ વધે છે પણ મહાભારતમાં ભીષ્મ પિતામહે આ પાછળનું કારણ જણાવ્યું છે અને કહ્યું છે કે પતી પત્નીએ ભૂલથી પણ એક થાળીમાં ભોજન કરવું જોઈએ નહીં.

ભીષ્મ પિતામહ માનતા હતા કે દરેક વ્યક્તિના પરિવાર પ્રતિ તમામ કર્તવ્ય હોય છે. એવામાં તેમના કર્તવ્યોનું ઇમાનદારીથી નિર્વહન કરવું છે અને પરિવારમાં મધુર સંબંધ કાયમ રાખવા છે તો પતિ-પત્નીને એક થાળીમાં ભોજન કરવું જોઇએ નહીં. પત્ની સાથે એક થાળીમાં ભોજન કરવાથી પતિ માટે પરિવારના અન્ય સંબંધોની સરખામણીએ પત્નીનો પ્રેમ સર્વોપરિ થઈ જાય છે. એવામાં વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને તે ખોટું અને સત્યમાં ફર્ક ભૂલી જાય છે. જો પતિનો પત્ની પ્રત્યે પ્રેમ સર્વોપરિ થઈ જાય તો પરિવારમાં ઝગડાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તેથી પત્ની સાથે એક થાળીમાં ભોજન કરવું જોઇએ નહીં.

આ ઉપરાંત ભીષ્મ પિતામહનું માનવું હતું કે, જો પીરસવામાં આવેલી ભોજનની થાળીને કોઈ કૂદી જાય તો તે કાદવ સમાન દુષિત છે. તેને જાનવરોને ખવડાવવું જોઇએ. આ ઉપરાંત જો ભાજનની થાળીને કોઈ પગ મારીને જાય તો આવા ભોજનને પણ હાથ જોડી ત્યાગ કરવો જોઇએ. કેમ કે આવું ભોજન દરિદ્રતા લાવે છે.