પત્નીની સંપતિ પર પતિનો કોઇ હક નથી, તે સંપતિનો વહીવટ પણ ન કરી શકેઃ સુપ્રીમ
પત્નીની મિલકત પર પતિનો હક છે કે નહીં? આને લઈને હવે સુપ્રીમ કોર્ટે સ્પસ્ટ ચુકાદો જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પતિનો તેની પત્નીની સંપત્તિ પર કોઈ હક નથી કે તે તેની સંપત્તિનો વહિવટ પણ ન કરી શકે. જોકે દુખના દિવસોમાં પતિ તેની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ ત્યાર બાદ તે પત્નીને પરત કરવી તેની નૈતિક ફરજ છે. આ ચુકાદો જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે અરજદાર પતિને તેની પત્નીને તેના ઘરેણા ગુમાવવા બદલ 25 લાખનું વળતર ચુકવી આપવાનો આદેશ આપ્યો હતો.
શું હતો કેસ ?
આ કેસમાં મહિલાએ એવો દાવો કર્યો હતો કે લગ્ન સમયે તેના પરિવાર દ્વારા તેને 89 સોવરીન ગોલ્ડની ભેટ આપવામાં આવી હતી. તે ઉપરાંત લગ્ન પછી તેના પિતાએ તેના પતિને 2 લાખનો ચેક પણ આપ્યો હતો. પરંતુ લગ્નની પહેલી રાત્રિએ પતિએ તેના ઘરેણા કબજે કરી લીધાં હતા અને સલામત રાખવાના બહાને સાસુને આપી દીધા હતા. પરંતુ તેમણે આ બધા ઘરેણા વેચીને લગ્નનો ખર્ચો કાઢ્યો હતો. 2011ની સાલમાં ફેમિલી કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે માતા અને પતિએ મહિલાના ઘરેણાનો દુરપયોગ કર્યો હતો અને તેને વળતર મળે તેવું સુનિશ્ચિત કર્યું હતું. જોકે કેરળ હાઈકોર્ટે અરજી ફગાવી દેતા મહિલા સુપ્રીમમાં પહોંચી હતી.
લગ્ન પહેલા મળેલી સંપત્તિ સ્ત્રીનું શ્રીધન
સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન પહેલા મહિલાને ભેટમાં આપવામાં આવેલી વસ્તુઓ કે સંપત્તિ મહિલાનું શ્રીધન છે અને તેની પર એકમાત્ર મહિલાનો હક છે. આ ચુકાદો જાહેર કર્યાં બાદ સુ્પ્રીમ કોર્ટે પતિને તેની પત્નીને ઘરેણાની અવેજમાં 25 લાખ રુપિયા ચુકવી દેવાનો આદેશ આપ્યો હતો.
પત્ની પતિની અંગત સંપત્તિ નથી
ઉલ્લેખનીય છે કે આ પહેલાના ચુકાદામાં પણ સુપ્રીમ સ્પષ્ટ કરી ચૂકી છે કે પત્ની પતિની અંગત સંપત્તિ નથી. પત્નીને પતિ સાથે રહેવાની ફરજ ન પાડી શકાય.