Site icon Revoi.in

શેખપાટ ગામે મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચ 60 હજારની લાંચ લેતા પકડાયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં લાંચ-રૂશ્વતના બનાવો બધતા જાય છે. છેલ્લા અઠવાડિયામાં લાંચ લેતા ઘણા કર્મચારીઓ પકડાયા છે. જેમાં જામનગરના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ અને ઉપસરપંચને 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ  સૌરાષ્ટ્રમાં જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ અને ઉપ સરપંચ 60,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા. જામનગરના લાલ બંગલા સર્કલ પાસે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ અને ઉપ સરપંચ રૂપિયા 60,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. મહિલા સરપંચના પતિ મનસુખ નાથાભાઈ ચાવડા અને ઉપસરપંચ રામજી કણજારીયા સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે.

જામનગરની લાંચરૂશ્વત શાખા દ્વારા વર્લ્ડ એન્ટી કરપ્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથે જ લાંચનું છટકું પણ ગોઠવવામાં આવ્યું હતું. શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ તથા ઉપસરપંચને એક કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા 60,000ની લાંચની રકમ સ્વીકારતાં રંગે હાથ ઝડપી લીધા હતા. શેખપાટ ગામના મહિલા સરપંચના પતિ મનસુખ નાથા ચાવડા શેખપાટ પંચાયતના સભ્ય પણ છે.  મહિલા સરપંચના પતિ મનસુખ અને ઉપ સરપંચ રામજી કણઝારીયાએ એક કોન્ટ્રાક્ટરને માટીકામ કરવા દેવા માટે લાંચની માંગણી કરી હતી. અને અમારા ગામમાં કામ કરવું હોય તો તમારે પૈસા તો આપવા જ પડશે, તેમ કહીને કોન્ટ્રાક્ટર પાસેથી બંને એ 30-30 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ જામનગર  એ.સી.બી. શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને લાલ બંગલા સર્કલ નજીક મોડી સાંજે લાંચની રકમ આપવા માટેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે મુજબ જામનગર એ.સી.બી. ની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, અને ફરિયાદી કોન્ટ્રાક્ટર પાસેથી મહિલા સરપંચના પતિ અને ઉપ-સરપંચ રૂપિયા ત્રીસ – ત્રીસ હજારની લાંચની રકમ સ્વીકારવા માટે આવતાં એ.સી.બી. ની ટીમેં બંનેને પંચની હાજરીમાં લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.