- રેલ્વેમંત્રીનો દાવો- હાઈડ્રોજનથી ચાલશે ટ્રેન
- વર્ષ 2023 સુધી આ ટ્રેન પાટા પર દોડતી જોવા મળશે
દિલ્હી : ભારતીય રેલ્વે દિવસેને દિવસે ઘણી પ્રગતિ કરી રહ્યું છે જેનું ઉદાહરણ તાજેતરમાં વેંદે ભઆરત ટ્રેનમાં જોવા મળ્યું છે ત્યારે હવે હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન પાટા પર દોડાવા નું ભારતનુ લક્ષ્ય છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારત હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો વિકસાવી રહ્યું છે અને તે 2023માં આ ટ્રેન પાટાઓ પર દોડતી જોવા મળશે.આ વાત તેમણે ત્યારે કહી જ્યારે તેઓ ભુવનેશ્વરમાં એસઓએ યુનિવર્સિટીમાં પ્રેક્ષકોને સંબંધિત કરી રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતીય રેલ્વે તેની ગતિ શક્તિ ટર્મિનલ નીતિ દ્વારા દેશના દૂરના અને બિનજોડાણવાળા વિસ્તારોને રેલ્વે નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે અને આ નીતિ હેઠળ કામ ઝડપથી ચાલી રહ્યું છે.
રેલ્વે મંત્રીએ અગાઉ કહ્યું હતું કે, “અમારું ધ્યાન માત્ર ટ્રેન બનાવવા પર નથી. અમે સેમી-હાઈ સ્પીડ અથવા હાઈ સ્પીડ ટ્રેનો ચલાવવા માટે ટ્રેક મેનેજમેન્ટ સિસ્ટમ પર પણ સખત મહેનત કરી રહ્યા છીએ.“વંદે ભારત એક્સપ્રેસ ભારતની સેમી હાઈ સ્પીડ અને સૌથી ઝડપી દોડતી ટ્રેનોમાંની એક છે. તે હવે ભારતમાં જ બનાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેન છેલ્લા બે વર્ષથી કોઈપણ મોટા બ્રેકડાઉન સરળતાથી ચાલી રહી છે.” તઉલ્લેખનીય છે કે તાજેતરમાં વંદે ભારતને રેલવે સુરક્ષા કમિશનર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.
આ સાથે જ આ ટ્રેનની સફળતા વિશે વાત કરતા કહ્યું કે વંદે ભારત “ના ટ્રાયલ રન દરમિયાન અમે જોયું કે કેવી રીતે પાણીનો સંપૂર્ણ ભરેલો ગ્લાસ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પણ હલતો નથી. જો કે, તેણે વિશ્વને હચમચાવી નાખ્યું.”
રેલ્વે મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે વંદે ભારતની ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં 72 ટ્રેનોનું ઉત્પાદન શરૂ થશે.”ત્રીજી વંદે ભારત ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. બુલેટ ટ્રેન માટે તે 55 સેકન્ડ લે છે.