Site icon Revoi.in

બીજેપી સાથે જોડાવાની અટકળો વચ્ચે શરદ પવારનું નિવેદન, હું NCP સાથે જ છું અને રહીશ

Social Share

દિલ્હીઃ- એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારને લઈને અટકળો ચાલી રહી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે જો કે હવે આ અટકળો પર અંત આવ્યો છે ,નેતા શરદ પવારે  પોતે આ વાત પર ફૂલ સ્પોટ મૂક્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે તેમની આ પ્રતિક્રિયા ત્યારે આવી કે જ્યારે  મ અજિત પવારના એનસીપી છોડીને પાર્ટીમાંથી બળવો કરવાના અહેવાલો વચ્ચે આવી છે. LOP મહારાષ્ટ્ર વિધાનસભા અને NCP નેતા અજિત પવાર NCP છોડવાની અફવાઓને નકારી કાઢે છે. તેણે કહ્યું કે મારા વિશે ફેલાવવામાં આવી રહેલી અફવાઓમાં કોઈ સત્ય નથી. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  સાથે છું અને પાર્ટી સાથે રહીશ.

વધુમાં અજિત પવારે એમ પણ કહ્યું કે મેં કોઈ ધારાસભ્યની સહી લીધી નથી. હવે બધી અફવાઓ બંધ કરી દેવી જોઈએ. આ પહેલા એનસીપી ચીફ શરદ પવારની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું હતું કે અજિત પવાર ચૂંટણીના કામમાં વ્યસ્ત છે.

શરદ પવારે એમ કહ્યું કે ‘અમારી પાર્ટીમાં કોઈ મતભેદ નથી. જે પણ સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે, તે જાણી જોઈને ફેલાવવામાં આવી રહ્યા છે. અન્ય મુદ્દાઓથી વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ મીડિયા કર્મીઓને વિનંતી છે કે આ સમાચારમાં કોઈ તથ્ય નથી.

એનસીપીના વરિષ્ઠ નેતા અને પાર્ટી સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજિત પવારે ભાજપ સાથે જવાની અટકળોને ફગાવી દીધી છે. અજિત પવારે મંગળવારે આ સંબંધમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું, ‘મારા વિશે જે પણ સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે તેમાં કોઈ તથ્ય નથી. મેં કોઈપણ 40 ધારાસભ્યોની સહી લીધી નથી.બીજી તરફ, NCP ધારાસભ્યો સાથે અલગથી મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું, ‘હું દર મંગળવાર અને બુધવારે વિધાન ભવન કાર્યાલય આવું છું. તેનો કોઈ ખોટો અર્થ ન કાઢવો જોઈએ.