કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને એક્ઝિટ પોલના પરિણામો પર પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આપણે રાહ જોવી પડશે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે હવે રાહ જોવી પડશે. અમને પૂરી આશા છે કે પરિણામ એક્ઝિટ પોલની સાવ વિરુદ્ધ હશે.” વાસ્તવમાં વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ દાવો કરી રહ્યું છે કે પબ્લિક એક્ઝિટ પોલમાં તેને 295 સીટો મળવા જઈ રહી છે. તાજેતરમાં જ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ની બેઠક બાદ પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.
મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ શું કહ્યું?
મલ્લિકાર્જુન ખડગેએ તેમના નિવાસસ્થાને લગભગ અઢી કલાક સુધી ચાલેલી ‘INDIA’ગઠબંધનની બેઠક બાદ કહ્યું હતું કે તેમના ગઠબંધનને ઓછામાં ઓછી 295 અથવા તેનાથી વધુ બેઠકો મળશે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલને પીએમ નરેન્દ્ર મોદીનો ફેન્ટસી પોલ ગણાવ્યો હતો.
. ગાયક સિદ્ધુ મૂઝવાલાના ગીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મહાગઠબંધનને 295 બેઠકો મળવાની છે.
મોટાભાગના એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે NDA ફરી સત્તા મેળવી શકે છે. વિપક્ષી ગઠબંધન ‘INDIA’આ વાતને નકારી રહ્યું છે.
સંજય સિંહે શું કહ્યું હતું ?
આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે પણ એકઝિટ પોલના તારણો પર નિશાન સાધતા કહ્યું હતું કે આ એકઝિટ પોલ મોદી સરકાર દ્વારા કરાવવામાં આવેલા એકઝિટ પોલ છે, વાસ્તવિક પરિણામ આનાથી ઉલટું થશે