નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરાયું હતું. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામના નગાંવ જિલ્લામાં છે. નગાંવ જિલ્લામાં જ આસામના વૈષ્ણવ સંત શંકરદેવનું જન્મસ્થાન પણ છે. રાહુલ ગાંધી વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થાનની મુલાકાત લેવાના હતા. દરમિયાન રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, પહેલા પરમિશન આપી દીધી હતી પણ હવે તેમને મંદિર જવાથી રોકવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, પહેલા પ્રશાસન તેમને મંદિર જવાની પરવાનગી આપી હતી પણ આજે તેઓ ના પાડી રહ્યા છે. તેમને એમ પણ કહ્યું છે કે હું અહિંયા છું અને ખાલી હાથ જોડવા માટે જવા માગું છે. તેને નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે લાગે છે આજે ખાલી એક માણસને જ મંદિરમાં જવા દેવામાં આવશે. મંદિર જવા નિકળેલા રાહુલ ગાંધીની પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સાથે દલીલ પણ થઈ હતી. અધિકારીઓએ રાહુલ ગાંધીને કહ્યું કે અમે તમને બપોરે 3 વાગ્યા પછી જવા દઈએ.
અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીને એમ પણ કહેવામાં આવ્યું હતુ કે અમારી પાસે ઓર્ડર છે. એના પછી રાહુલ ગાંધીએ પૂછ્યું કે મે શું ભૂલ કરી છે કે હું મંદિરમાં નથી જઈ શકતો? તેમણે કહ્યું કે મારી જોડે તો પરમિશન પણ છે. તેમને અધિકારીઓને કહ્યું કે, મને રોકશો નહી. અધિકારીઓના રોકવાથી વારંવાર આ જ પ્રશ્ન કર્યા કે મારી ભૂલ તો બતાવો. પ્રશાસને રાહુલ ગાંઘીને મુલાકાતની પરવાનગી ન આપી હતી. એના પછી પણ રાહુલ ગાંધી વિરોધમાં એ જ જગ્યાએ બેસી ગયા જ્યા પ્રશાસને બેરિકેડિંગ કરી તેમને રોક્યા હતા.