Site icon Revoi.in

આ ધરતી ઉપર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ હું છુઃ મૂર્તિકાર યોગીરાજ અરુણ

Social Share

અયોધ્યાઃ રામલલાની પ્રતિમા બનાવનાર મૂર્તિકાર યોગીરાજ અરુણજીએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે હું આ ધરતી ઉપર સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છે. ક્યારેક ક્યારેક મને લાગે છે કે હું સપનોની દુનિયામાં છું.

મૂર્તિકાર યોગીરાજ અરુણજીએ રામલલાની મૂર્તિનું નિર્માણ કર્યું છે. તેઓ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ મહાનુભાવો પહોંચ્યાં હતા. આ દરમિયાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરને લઈને પૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેએ જણાવ્યું હતું, આ અદભુત પ્રસંગ છે. જેનો સાક્ષી બનીને હું ધન્ય બન્યો છું. આ આપણા માટે બહુ મહત્વ રાખે છે. અમે અયોધ્યા આવતા રહીશે. અયોધ્યાની આ મારી પ્રથમ યાત્રા છે, હવે હું ભગવાનના આર્શિવાદ લેવા માટે અયોધ્યા આવતો જ રહીશ.

દરમિયાન રિલાયન્સ જીઓના અધ્યક્ષ આકાશ અંબાણીએ કહ્યું હતું કે, આ દિવસ ઈતિહાસના પન્ના ઉપર લખાશે, અમને અહીં આવીને ખુશી થઈ છે.