અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો ચાલતો હોય હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે ‘રાવણ’વાળી ટિપ્પણી કરનારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રાજકીય રીતે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ તેમની આ ટિપ્પણીનો ફાયદો શોધી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ જણાવ્યું હતું કે, ગુજરાત ચૂંટણીમાં જશ ખાંટી જવા માટે મારા નિવેદનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હું નીતિઓ પર રાજનીતિ કરુ છું, વ્યક્તિ વિશેષ પર નહીં. ભાજપે મારા વિવેદનને તોડી-મરોડીને રજુ કર્યું છે.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની રાજનીતિ કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ અથવા તેમના વિશે નથી હોતી. અમારી રાજનીતિ નીતિઓને લઈને હોય છે. હું પરફોર્મેન્સ પોલિટિક્સમાં વિશ્વાસ કરે છે, પણ ભાજપની રાજકીય શૈલીમાં મોટા ભાગે લોકતંત્રની ભાવનાનો અભાવ હોય છે. કારણ કે ભાજપની રાજનીતિ દરેક જગ્યાએ એક વ્યક્તિ વિશેષ પર કેન્દ્રીય હોય છે. તેમણે કહ્યું કે, ભાજપ મારા નિવેદનને ચૂંટણી લાભ ખાંટવા માટે દુરુપયોગ કરી રહી છે.
ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સંભાવનાઓના સવાલના જવાબમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, આપ’ કોઈના ઈશારા પર કોંગ્રેસના મતોનું ધ્રુવીકરણ કરવા માટે કામ કરી રહી છે. ખડગેએ કહ્યું કે, ભાજપ અને વડાપ્રધાનમોદીની રાજકીય શૈલીમાં મોટા ભાગે લોકતંત્રની ભાવનાનો અભાવ હોય છે. હું ચૂંટણીના તમામ સ્તર પર તેમના પ્રચારની શૈલી વિશે કેટલાય ઉદાહરણ આપ્યા હતા, પણ તેઓ ચૂંટણીમાં લાભ ખાંટવા માટે મારી ટિપ્પણીનો દુરુપયોગ કરી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, હું કોઈ વ્યક્તિ પર ટિપ્પણી નથી કરતો અથવા વ્યક્તિગત ટિપ્પણી કરતો જ નથી. કારણ કે મારી પાસે 51 વર્ષનો સંસદીય રાજનીતિનો અનુભવ છે. મેં વિકાસ, મોંઘવારી, બેરોજગારી, ગરીબીના મુદ્દા પર ટિકા કરી છે.