દિલ્હીઃ હાલ એક સોશિયલ મીડિયામાં એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૂઈ રહેલા દીપડાનો વીડિયો ઉતારતો એક વ્યક્તિ નજરે પડે છે. આ દરમિયાન અચાનક જાગી ગયેલા દીપડાએ તેની ઉપર હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.
And …
Then we blame the animals
We are looking for too many #photography opportunities.
Let them live in peace , pls.@SudhaRamenIFS @ParveenKaswan @susantananda3 pic.twitter.com/ODkAVhR9WM
— Rupin Sharma IPS (@rupin1992) July 2, 2021
પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં આઈપીએસ રૂપીન શર્મા નામની એક વ્યક્તિએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એક દીપડો ખાડામાં આરામ ફરમાવતો જોવા મળે છે. દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ મોબાઈલ મારફતે દીપડાના ફોટો અને વીડિયો લઈ રહ્યાં હતા. દરમિયાન એક વ્યક્તિ નજીક જઈને તેનો વીડિયો ઉતારતો હતો. આ દરમિયાન અચાનક જાગી ઉઠેલા દીપડાએ તેની ઉપર હુમલો કર્યો હતો. જેથી એકત્ર થઈ ગયેલા લોકોએ નાસભાગ મચાવી હતી. થોડા સમય બાદ દીપડાએ તેને છોડી દીધો હતો.
17 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. તેમજ લોકો વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યાં છે. એટલું જ નહીં આરામ કરતા પ્રાણીઓને ખલેલ નહીં પહોંચવાની અનેક લોકો કોમેન્ટમાં અપીલ કરી રહ્યાં છે. જો કે, આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયનટીક લાયનનું ઘર ગણાતા ગીર જંગલમાં મોટી સંખ્યામાં સાવજો વસવાટ કરે છે. તેમજ તેને નીહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વનવિભાગ દ્વારા અવાર-નવાર લોકોને પ્રાણીઓને ખલેલ નહીં પહોંચાડવા અપીલ કરવામાં આવે છે. પરંતુ તેઓ વનવિભાગની અપીલને ગણકારતા નહીં હોવાનું અનેકવાર સામે આવ્યું છે.