Site icon Revoi.in

હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની રમતનો ભાગ બનવા આવ્યો નથીઃ કેજરિવાલ

Social Share

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓને સંબોધતા કહ્યું, “જ્યારે હું જેલમાં હતો ત્યારે ભાજપના લોકોએ પૂછ્યું હતું કે કેજરીવાલે તેમના પદ પરથી રાજીનામું કેમ નથી આપ્યું. તેઓએ વિપક્ષના તમામ લોકો પર કેસ દાખલ કર્યા. આજે દિલ્હીમાં અમે ઘણું કરી શકીએ છીએ કારણ કે અમે પ્રામાણિક છે આ લોકો અમારી પ્રામાણિકતાથી ડરે છે કારણ કે તે પ્રામાણિક નથી.”

તેમણે જાહેરાત કરી કે, આજે હું તમારા દરબારમાં આવ્યો છું, હું જનતાના દરબારમાં આવ્યો છું. હું તમને પૂછવા આવ્યો છું કે તમે કેજરીવાલને ઈમાનદાર માનો છો કે ગુનેગાર? બે દિવસ પછી હું સીએમ પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. જ્યારે તમે તમારો નિર્ણય આપો ત્યારે હું જઈને એ ખુરશી પર બેસીશ. તમે વિચારતા હશો કે હવે હું આવું કેમ કહી રહ્યો છું, તેઓએ મારા પર આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ ચોર છે, તે ભ્રષ્ટ છે, હું આ કામ માટે નથી આવ્યો.

ભગવાન રામના વનવાસનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે, જ્યારે ભગવાન રામ 14 વર્ષ બાદ વનવાસમાંથી પાછા ફર્યા ત્યારે સીતા મૈયાને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. આજે હું જેલમાંથી પાછો આવ્યો છું, મારે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડશે. ફેબ્રુઆરીમાં ચૂંટણી છે, હું માંગ કરું છું કે આ ચૂંટણીઓ મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં થવી જોઈએ. જ્યાં સુધી તમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું જવાબદારી નિભાવીશ નહીં અને જ્યાં સુધી ચૂંટણી નહીં થાય ત્યાં સુધી મારી જગ્યાએ આમ આદમી પાર્ટીમાંથી કોઈ અન્ય મુખ્યમંત્રી બનશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જનતાના આશીર્વાદથી અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રનો સામનો કરવાની તાકાત છે. અમે ભાજપ સામે ઝૂકીશું નહીં, રોકાઈશું નહીં કે વેચાઈશું નહીં. હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની રમતનો ભાગ બનવા આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. તે જ દિવસે તે જેલમાંથી બહાર આવ્યા હતા. આ દરમિયાન પાર્ટીના નેતાઓએ તેમની મુક્તિ પર ખુશી વ્યક્ત કરી હતી.