Site icon Revoi.in

મે ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લીધા છે અને હજુ જીવીત છું : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ડામવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવી છે. ભારતમાં કોવિશિલ્ડ અને કોવિક્સનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દુનિયાના અનેક દેશોને કોવિડ-19 રસીના ડોઝ પુરા પાડવામાં આવ્યાં છે. બ્રિટને પ્રારંભમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, આ નિર્ણય સામે ભારતે નારાજગી વ્યક્ત કરતા તેમણે તાજેતરમાં પોતાના નવા દિશાનિર્દેશોમાં સંશોધન કરીને રસીને સામેલ કરી હતી. દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદએ કહ્યું કે, મને ભારતમાં જ બનેલી કોવિશિલ્ડના બે ડોઝ મળ્યા છે અને હું જીવતો પણ છું. દુનિયાના

બ્રિટિશ-સ્વીડિશ દવા કંપની એસ્ટ્રજેનેકા દ્વારા વિકસિત કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન ભારતમાં પુણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા કરે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદએ પોતાની પહેલી પ્રેસ વાર્તાનું આયોજન કર્યું હતું. જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, કોવિડ-19ની કંઈ રસીને માન્યતા આપવી જોઈએ. જેના જવાબમાં તેમમે કહ્યું હતું કે, આ એક ટેકનિકલ સવાલ છે મને ભારતમાં બનેલી કોવિશીલ્ડનો ડોઝ લાગેલા છે. અને હજુ હું જીવીત છું. આ અંગે આરોગ્ય ક્ષેત્રે જોડાયેલી વ્યક્તિને આ અંગે નિર્ણય કરવા દેવો જોઈએ. મહાસભાના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ માલદીવના છે. ભારતે માલદીવ સહિતના દેશોને કોવિશીલ્ડ રસી પૂરી પાડી હતી. માલદીવ જાન્યુઆરીમાં ભારત પાસેથી રસી મેળવનાર દેશ બન્યો હતો. જ્યાં એક લાખ ડોઝ મોકલવામાં આવ્યા હતા.