પેટાચૂંટણીમાં I.N.D.I.A.એ સપાટો, પશ્ચિમ બંગાળમાં TMCની ક્લિનસ્વિપ
નવી દિલ્હીઃ સાત રાજ્યોની વિધાનસભાની 13 બેઠકો ઉપર યોજાયેલી ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 10 બેઠકો ઉપર ઈન્ડી ગઢબંધન આગળ હતી. જે પૈકી પશ્ચિમ બંગાળમાં 3 બેઠકો ઉપર ટીએમસીની જીત થઈ હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં બે બેઠકો ઉપર કોંગ્રેસની જીત થઈ છે. પેટા ચૂંટણીમાં એનડીએને નુકશાન થવાનો અંદાજ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ઉમેદવાર કૃષ્ણા કલ્યાણી રાયગંજ બેઠક ઉપર 49536 મતથી જીત્યાં છે. રાનાઘાટ દક્ષિણ બેઠક પર મુકુટ મણિ અધિકારી અને બાગદામાં ટીએમસી ઉમેદવાર મધુપરણા ઠાકુરની જીત થઈ ચે. જ્યારે માનિકતલા બેઠક ઉપર ટીએમસી આગળ ચાલી રહી છે.
લોકસભા ચૂંટણી બાદ બુધવારેના રોજ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આ તમામ બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી. આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત ઘણા દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે તેમાં પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને મણિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની પશ્ચિમ જલંધર, હિમાચલ પ્રદેશની દહેરા, હમીરપુર અને નાલાગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંદીનો સમાવેશ થાય છે. અને મધ્યપ્રદેશની અમરવાડા બેઠકનો સમાવેશ થાય છે. આ સ્થાનો પર પેટાચૂંટણીઓ વર્તમાન ધારાસભ્યોના મૃત્યુ અથવા રાજીનામાને કારણે ખાલી પડેલી જગ્યાઓને કારણે યોજાઈ રહી છે. આ પેટાચૂંટણીમાં મધ્યપ્રદેશની અમરવાડા વિધાનસભા બેઠક પર સૌથી વધુ 78.38 ટકા મતદાન થયું હતું. બંગાળમાં બગડા સીટ પર 65.15 ટકા, રાયગંજ સીટ પર 67.12 ટકા, માનિકતલા સીટ પર 51.39 ટકા અને રાણાઘાટ દક્ષિણ સીટ પર 65.37 ટકા મતદાન થયું હતું.
બિહારની એકમાત્ર સીટ રૂપૌલીમાં 51.14 ટકા મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશમાં હમીરપુર સીટ પર 65.78 ટકા, નાલાગઢ સીટ પર 75.22 ટકા અને દેહરા સીટ પર 63.89 ટકા મતદાન થયું હતું. પંજાબની જલંધર વિધાનસભા સીટ પર 51.30 ટકા મતદાન થયું છે અહીં પેટાચૂંટણીમાં કુલ 15 ઉમેદવારો મેદાનમાં હતા. તમિલનાડુની વિકરાવંડી વિધાનસભા સીટ પર 77.73 ટકા મતદાન થયું હતું. ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક પર સૌથી ઓછું 47.68 ટકા મતદાન થયું હતું. અહીં ભાજપના રાજેન્દ્ર ભંડારી અને કોંગ્રેસના ઉમેદવાર લખપત સિંહ બુટોલા વચ્ચે સીધો મુકાબલો છે. ઉત્તરાખંડની મેંગ્લોર સીટ પર 67.28 ટકા મતદાન થયું હતું.