Site icon Revoi.in

સેક્યુલર ફેમિલીમાં જન્મી છું, સરનેમ પર સવાલથી કોઈ ફરક પડતો નથી, મંદિર જવા મામલે સારા અલી ખાને આપ્યો ટ્રોલર્સને જવાબ

Social Share

મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન હિંદુ માતા અમૃતા સિંહની પુત્રી છે. તેના પિતા સૈફ અલી ખાન છે. સારા અલી ખાનને મોટાભાગે મંદિરોમાં જતા જોવામાં આવે છે. તે દરગાહ પર પણ માથું ઝુકાવે છે. તેની ધાર્મિક આસ્થાને કારણ બનાવીને ઘણીવાર ટ્રોલિંગ પણ કરાય છે. ખાન સરનેમ હોવા છતાં તેઓ કેદારનાથ જાય છે. આ તમામ સવાલો પર સારા અલી ખાને કહ્યું છે કે જ્યારે કોઈ ધર્મથી જોડાયેલો સવાલ ઉઠાવે છે, તો તેને કોઈ ફરક પડતો નથી.

સારા અલી ખાનના માતા અમૃતા સિંહના સૈફ અલી ખાન સાથે છૂટાછેડા થઈ ચુક્યા છે. તે પોતાની માતાની સાથે રહે છે અને પિતાની સરનેમ વાપરે છે. સારાને પુછવામાં આવ્યું કે તેમની સરનેમ અથવા તેમના ફેમિલી ટ્રીને લઈને સવાલ ઉઠે છે. તેના જવાબમાં સારા અલી ખાને કહ્યું છે કે મને ફરક પડતો નથી. મારી ધાર્મિક આસ્થા, હું શું ખાઉં છું, હું એરપોર્ટ પર કેવી રીતે જઉં છું, આ મારો નિર્ણય છે અને હું તેના માટે ક્યારેય શર્મિંદગી અનુભવીશ નહીં.

સારા અલી ખાને કહ્યું છે કે તેમને આવી વાતોથી ફરક પડતો નથી, ફરક ત્યારે પડે છે જ્યારે દર્શકોને તેમનું કામ પસંદ આવે નહીં. સારાએ કહ્યું છે કે તેમને કોઈપણ અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવાની જરૂરત ક્યારેય પડી નથી, કારણ કે બેમતલબનું બોલવા પર તે વિશ્વાસ કરતી નથી. સારા અલી ખાને કહ્યું છે કે હું સેક્યુલર પરિવાર અને એક સોવેરિયન સેક્યુલર અને પ્રજાતાંત્રિક ગણતંત્રમાં જન્મી છું. બેમતલબની ક્રાંતિ કરવી પડી નથી. લોકોએ ઘણો સપોર્ટ કર્યો છે. સારાએ કહ્યું કે ખોટાની સામે બોલવાની ભાવના તેમની અંદર છે, તો તે તેની સાથે જ નહીં, પણ આસપાસમાં પણ થાય છે, તો તે તેની વિરુદ્ધ ઉભી રહે છે.