Site icon Revoi.in

હું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા અને નાગરિક અધિકારો માટે કામ કરવાનું યથાવત રાખીશઃ જો બિડેન

Social Share

ચૂંટણીની રેસમાંથી ખસી જવાના નિર્ણયની ઘોષણા કર્યા પછી પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરતા, બિડેને અનેક મુદ્દાઓ પર પોતાની વાત અમેરિકાની જનતા સમક્ષ મુકી.. તેમણે પોતાના બાકી રહેલા રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમ્યાન કઇ બાબતો પર પોતે ફોક્સ કરશે તે અંગે પણ વાત કરી.

જો બિડેને ડેમોક્રેટિક પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી રહેલી કમલા હેરિસને મજબૂત અને સક્ષમ ગણાવી હતી. તેમણે કહ્યું, “લોકશાહીનું સંરક્ષણ દાવ પર છે અને તે કોઈપણ પદ કરતાં વધુ મહત્વનું છે. મેં નક્કી કર્યું છે કે આગળ વધવાનો શ્રેષ્ઠ માર્ગ નવી પેઢી સુધી મશાલ પહોંચાડવાનો છે. આપણા દેશને એક કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. “નવા અને યુવાન અવાજોનો સમય આવી ગયો છે.” તેમણે રાજકારણમાં વિભાજનને સમાપ્ત કરવાની પણ વાત કરી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, “અમેરિકન લોકો થોડા મહિનામાં તેમના દેશનું ભવિષ્ય પસંદ કરશે. મેં પસંદ કર્યું છે. મેં મારા વિચારો રજૂ કર્યા છે. હું અમારા અદ્ભુત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો આભાર માનવા માંગુ છું. તેઓ અનુભવી છે. તેઓ એક સક્ષમ સાથી અને આપણા દેશ માટે એક મહાન નેતા છે..

તેમણે કહ્યું, “આગામી છ મહિનામાં, હું રાષ્ટ્રપતિ તરીકે મારું કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશ. મત આપવાના અધિકારથી લઈને પસંદ કરવાના અધિકાર સુધી હું આપણી વ્યક્તિગત સ્વતંત્રતા અને નાગરિક અધિકારોનું રક્ષણ કરવાનું ચાલુ રાખીશ, . હું નફરત અને ઉગ્રવાદ સામે લડીશ. હું મક્કમ રહીશ અને સ્પષ્ટ કરીશ કે અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી.”

બિડેને વધુમાં કહ્યું, “હું આપણા બાળકોને બંદૂકની હિંસાથી બચાવવા માટે બોલતો રહીશ. અમેરિકા મજબૂત અને સુરક્ષિત રહે અને વિશ્વમાં અગ્રેસર રહે તે માટે હું કામ કરીશ. હું અમેરિકન લોકો માટે બોલતો રહીશ.

.” “યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વમાં ક્યાંય પણ યુદ્ધમાં નથી એવી જાણ કરનાર આ સદીનો અમેરિકાનો હું પ્રથમ રાષ્ટ્રપતિ છું, હું ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવા અને તમામ બંધકોની મુક્તિ માટે કામ કરવાનું યથાવત રાખીશ