- પંજાબમાં વિધાનસભા ઈલેક્શનનો માહોલ
- પંજાબ કોંગ્રેસ અધ્યક્ષનું મોટું વચન
- પાંચ લાખ ગરીબને નોકરી અપાવીશ
અમૃતસર: દેશમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ એકદમ જોશમાં છે, તમામ રાજકીય પાર્ટી સત્તામાં આવવા માટે જોરદાર મહેનત કરી રહી છે. આવામાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ દ્વારા મોટું વચન આપી દેવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ પંજાબમાં કોંગ્રેસની સરકાર આવતા જ 5 લાખ ગરીબોને નોકરી અપાવાશે અને આમ થશે નહીં તો રાજનીતિ છોડી દેશે.
જો કે સિદ્ધુએ ભાજપ પ્રહાર કરતા તે પણ કહ્યું કે , જાલંધરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કાર્યાલય પાંચ વર્ષ સુધી નથી ખોલ્યું કારણકે, પાર્ટી નેતાઓને ખબર હતી કે, ખેડૂતોનો વિરોધ સહન કરવો પડશે.કોંગ્રેસ અધ્ય્સ્ખે તેમના આરોપમાં એવું પણ કહ્યું કે, ડરાવી-ધમકાવીને અને EDનો ભય દર્શાવીને ભાજપ બીજા દળના નેતાઓને પોતાની સાથે સામેલ કરે છે.
ઉલ્લેખનીય છે કે,પંજાબમાં રાજકીય વાતાવરણ એવું છે કે ત્યાં ભાજપ અને કોંગ્રેસની સાથે મેદાનમાં આપ પાર્ટી પણ ઉતરી છે અને તે પણ જોરદાર ટક્કર આપી રહી છે. કેજરીવાલ દ્વારા પણ સત્તામાં આવવા માટે કેટલાક પ્રકારના મોટા વચન આપવામાં આવ્યા છે. જો કે પંજાબની સ્થિતિ અને સમયને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પંજાબની જનતા કોને મત આપશે તે તો ચૂંટણીના પરિણામમાં જ ખબર પડશે.