24 પાકિસ્તાની વિમાનોએ LOC પાર કરવાની કરી હતી કોશિશ, ભારતીય વાયુસેનાના આઠ વિમાનોએ કરી કાર્યવાહી
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બુધવારે પાકિસ્તાનની નાપાક ઘૂસણખોરીની કોશિશમાં પાકિસ્તાની વાયુસેનાના વિમાન ભારતીય સીમામાં લગભગ દશ કિલોમીટર અંદર ઘૂસી આવ્યા હતા.
વરિષ્ઠ સરકારી સૂત્રનું માનવું છે કે ભારત સરકારે દાવો કર્યો છે કે પાકિસ્તાનના યુદ્ધવિમાનો લગભગ દશ કિલોમીટર સુધી ભારતીય સીમામાં ઘૂસી આવ્યા હતા. સરકારી સૂત્રોનું કહેવું છે કે 10 કિલોમીટર સુધી પાકિસ્તાનના 24 યુદ્ધવિમાનો આપણી સીમામાં આવ્યા હતા. જેને કારણે ભારતે જવાબી કાર્યવાહી કરવી પડી હતી. ભારતીય વાયુસેનાના આઠ યુદ્ધવિમાનોએ પાકિસ્તાનના યુદ્ધવિમાનોને ખદેડયા હતા.
સરકારી સૂત્રોનું માનવું છે કે ભારતે કહ્યુ છે કે જો પાકિસ્તાન ડીલ ઈચ્છતું હશે, તો કંઈ થશે નહીં. અમારે પાયલટ પાછો જોઈએ, ડીલ નહીં. ભારતે પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય પાયલટની મુલાકાત માટે કોન્સ્યૂલર એક્સેસની માગણી કરી ન હતી. તેની તાત્કાલિક મુક્તિ માટે જણાવ્યું હતું. તેની સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશ્વાસલાયક માહોલ આપે, ત્યારે વાતચીત પર વિચારણા થઈ શકે છે.
સરકારના સૂત્રોનું કહેવું છે કે ભારતે પાકિસ્તાનને પુરાવા આપ્યા, જેથી તેઓ આના સંદર્ભે કાર્યવાહી કરે. પરંતુ પાકિસ્તાને હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. પહેલા ઈમરાન ખાન કાર્યવાહી કરે. ભારતે પાકિસ્તાનને જણાવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદે સ્વીકાર્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલાની પાછળ તેનો હાથ છે. પરંતુ પાકિસ્તાનની સરકાર માત્ર હાથ પર હાથ મૂકીને બેઠી રહી અને રાહ જોતી રહી હતી. જેના કારણે ભારત દ્વારા 26 ફેબ્રુઆરીની કાર્યવાહી કરવામાં આવી.