જમ્મુ-કાશ્મીરના બડગામથી સાત કિલોમીટર દૂર ગારેંદ ગામમાં એક ચોપર MI-17V5 ક્રેશ થયું છે. ચોપર ખેતરમાં જઈને પડયું હતું અને તેમા આગ લાગી ઘઈ હતી. દુર્ઘટનાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. દુર્ઘટનામાં બંને પાયલટ શહીદ થયા છે. આ ચોપરે શ્રીનગર એરબેસ પરથી ઉડાણ ભરી હતી. સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરમાં ચોપર પેટ્રોલિંગ પર હતું. ત્યારે તે ક્રેશ થયું હતું.
બડગામ પોલીસનું કહેવું છે કે જે સ્થાન પર ચોપર ક્રેશ થયું છે, ત્યાં બે લાશ મળી આવી છે. ઘટનાસ્થળે વાયુસેનાની ટુકડી તપાસ કરી રહી છે અને ચોપરના ક્રેશ થવાના કારણોની ચકાસરણી કરી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ચોપર નીચેની તરફ આવ્યું અને થોડીવારમાં જોરદાર અવાજ આવ્યો અને ક્રેશ થઈ ગયુ હતું. ઘટનાસ્થળે પોલીસ અને બચાવ દળની ટુકડી ધસી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટના એવા સમયે થયું છે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે બેહદ ઉચ્ચસ્તરે તણાવ પ્રવર્તી રહ્યો છે. ગત વીસ દિવસોમાં ભારતના પાંચ વિમાનો ક્રેશ થવાની ઘટના બની છે.