- આઈબીએફ એ કર્યું ડિજિટલ મીડિયા કન્ટેન્ટ નિયામક પરિષદનું ગઠન
- ન્યાયમુર્તિ વિક્રમજીત સેન બન્યા અધ્યક્ષ
દિલ્હીઃ- ભારતીય બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશનએ સોમવારે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ વિક્રમજિત સેનને નવી રચિત સ્વ-નિયમનકારી સંસ્થા ડિજિટલ મીડિયા કન્ટેન્ટ રેગ્યુલેટરી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે.
આઈબીએફે એક નિવેદનમાં જણાવ્યું છે કે ડિજિટલ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય છ લોકો પણ આ નિયમનકારી સંસ્થામાં સભ્યો તરીકે જોડાશે. તેના અન્ય સભ્યો છે ,ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક નિખિલ અડવાણી, લેખક અને દિગ્દર્શક તિગ્માંશુ ધુલિયા, ફિલ્મ નિર્માતા અને લેખક અશ્વિની અય્યર તિવારી, સામગ્રી નિર્માતા અને ડિસ્ટ્રિબ્યુટર દીપક ધર, સીઇઓ અને બાણજેય ગ્રુપના સ્થાપક.
નિવેદનમાં જણાવાયું છે કે કાઉન્સિલમાં સોની પિક્ચર્સ જનરલ કાઉન્સેલ અશોક નામ્બિસન અને સ્ટાર અને ડિઝની ઈન્ડિયાના ચીફ રિજનલ કાઉન્સેલ મિહિર રેલે પણ સામેલ છે. આઈબીએફે કહ્યું કે કાઉન્સિલમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગના જાણીતા સભ્યો, ઓનલાઇન ક્યુરેટેડ કન્ટેન્ટ પ્રદાતાઓનો સમાવેશ થાય છે જેમને આઈપીઆર, પ્રોગ્રામિંગ અને સામગ્રી ક્રિએશનનો અનુભવ છે.
ઉલ્લેખનીય છે કે, નામાંકિત બ્રોડકાસ્ટર સંસ્થા આઈબીએફ ગયા અઠવાડિયે તેના નિયમન હેઠળ ઓટીટી પ્લેટફોર્મ્સ જેમ કે એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ વગેરેને સમાવિષ્ટ કરવાની જાહેરાત કરી હતી અને તેનું નામ બદલીને ભારતીય બ્રોડકાસ્ટિંગ અને ડિજિટલ ફાઉન્ડેશન રાખ્યું હતું.
બ્રોડકાસ્ટર્સ અને ઓટીટી પ્લેટફોર્મને એકસાથે લાવવા આ પગલું લેવામાં આવ્યું છે. ઓટીટી પ્લેટફોર્મ માટે સ્વ-નિયમનકારી સંસ્થા, ડીએમસીઆરસીની રચનાની પણ જાહેરાત કરી છે.આ સંદર્ભે, આઇબીએફ પ્રમુખ કે. માધવને કહ્યું કે મીડિયા અને મનોરંજન જગત, નીતિ ઘડનારાઓ અને ઓટીટી પ્લેટફોર્મના સબ્સ્ક્રાઇબ કરનારાઓ માટે આ ઐતિહાસિક ક્ષણ છે.