Site icon Revoi.in

ક્રિકેટ: આઇસીસી એવોર્ડસમાં વિરાટ બન્યા દશકના સર્વશ્રેષ્ઠ વનડે ખિલાડી

Social Share

મુંબઈ: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઇસીસી દશકના સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર અને દશકના સર્વશ્રેષ્ઠ વનડે પુરુષ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આઇસીસીએ સોમવારે તેના 2020 એવોર્ડને આગળ ધપાવીને અન્ય ઘણા એવોર્ડની પણ જાહેરાત કરી હતી. આમાં ટીમ ઇન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ બે એવોર્ડ જીત્યા જ્યારે ધોનીને ખેલ ભાવના માટે વિશેષ સન્માન આપવામાં આવ્યું છે. આઇસીસી દ્વારા વિરાટને દશકના સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર તરીકે જાહેર કરાયા છે, જ્યારે ધોનીને ખેલ ભાવના માટે દશકના આઈસીસી સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

આઇસીસીએ વિરાટને દશકના સર્વશ્રેષ્ઠ વનડે ક્રિકેટર તરીકે જાહેર કરતા લખ્યું કે, “આઈસીસી એવોર્ડની અવધિમાં 10,000 થી વધુ વનડે રન બનાવનાર એકમાત્ર ખેલાડી.” આ દરમિયાન તેણે 39 સદી, 48 અડધી સદી અને 112 કેચ પકડ્યા હતા. તેની સરેરાશ પણ 61.83 છે.

વિરાટને તેમના શાનદાર પ્રદર્શન અને જબરદસ્ત ખેલ દેખાડવા માટે દશકના સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.અને તેના માટે તેમને સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. વિરાટે આ દશકમાં 70 ઇનિંગ્સમાં 56.97 ની સરેરાશથી સૌથી વધુ 20,396 રન, 66 સદી, 94 અર્ધસત્તા બનાવ્યા.

-દેવાંશી