Site icon Revoi.in

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપઃ ભારતની પ્રથમ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયા સાથે ચેન્નઈમાં રમાશે

Social Share

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ મનાતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનો ભારતમાં ભવ્ય પ્રારંભ થયો છે, દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પરિવારે પ્રથમ મેચ રમશે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટેરેલિયા વચ્ચે રવિવારે રમાશે. પ્રથમ મેચ પૂર્વે ભારતીય ટીમના ખેલાડીઓએ ચેન્નઈમાં જોરદાર પ્રેક્ટીસ કરીને પરસેવો પાડ્યો હતો.

આઈસીસી વર્લ્ડકપના પ્રારંભમાં ભારતનો મુકાબલો રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. પ્રેક્ટીસ દરમિયાન ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે પોતાની બોલિંગની ગતિ ઉપર ધ્યાન કેન્દ્રીય રાખ્યું હતું. આ ઉપરાંત યુવા પ્રતિભાશાળી ખેલાડી ઈશાન ખેલાડીએ અનેક બોલનો સામનો કર્યો હતો. આ ઉપરાંત વિરાટ કોહલીએ નુવાન અને કુશલની જોડી સાથે થ્રો ડાઉનનો સામનો કર્યો હતો. વિરાટ કોહલીએ વિવિધ પ્રકારની બોલીંગનો સામનો કર્યો હતો.

મોહમ્મદ શમીએ પણ પ્રેક્ટીસમાં ભાગ લીધો હતો અને ઈશાન કિશનની સામે બોલીંગ કરી હતી. જેથી યુવા ખેલાડી ઈશાન કિસનને ઝડપી બોલીગનો સામનો કરવાનો અનુભવ થયો હતો. જ્યારે કે.એલ.રાહુલે પણ શમીની બોલીંગનો સામનો કર્યો હતો. શમીએ પ્રેક્ટિસ દરમિયાન બોલીંગને વધારે ધારદાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતમાં તા. 5મી ઓક્ટોબરથી આઈસીસી વર્લ્ડકપનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રારંભ થયો હતો. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ વિસ્ફોટક બેટીંગ કરી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડને પરાજ્ય આપીને ન્યૂઝીલેન્ડે જીત સાથે પ્રારંભ કર્યો હતો. જ્યારે શુક્રવારે રમાયેલી બીજી મેચમાં નેધરલેન્ડને પાકિસ્તાને પરાજય આપ્યો હતો.