Site icon Revoi.in

WTC ફાઇનલમાં હાર્યા બાદ ICCએ શુભમન ગિલને ફટકાર્યો ભારે દંડ, જાણો કારણ

Social Share

દિલ્હીઃ-  ભારતીય ટીમને વધુ ફટકો પડ્યો છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર બાદ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ICCએ સ્લો ઓવર રેટ માટે ટીમ ઈન્ડિયાની સમગ્ર મેચ ફી કાપી લીધી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

મળતી વિત પ્રમાણે ICCની તમામ ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બન્યા બાદ જશ્ન મનાવી રહેલી ઓસ્ટ્રેલિયાને પણ આંચકો લાગ્યો છે. ICCએ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની મેચ ફીમાંથી 80 ટકા રકમ કાપી લીધી છે.

જો કે  ઓસ્ટ્રેલિયા પર જ નહીં ICCએ શુભમન ગિલને પણ સજા ફટકારી  છે. આ શાનદાર મેચમાં ગિલના કેચને લઈને ઘણો વિવાદ થયો હતો અને ખુદ શુભમને પણ ટ્વિટર પર ફોટો શેર કરીને અમ્પાયરના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા હતા. હવે આ મામનલે કાર્યવાહી કરતા ICCએ તેના પર અંતિમ લપડાક મારી છેICCએ તેને કલમ 2.7 તોડવા બદલ દોષી ઠેરવ્યો છે. જે અંતર્ગત ICCએ તેને સજા સંભળાવી છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ફરી એકવાર ટીમ ઈન્ડિયા ICC ટ્રોફી જીતવાથી ચુકી ગઈ. શાનદાર મેચ બાદ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો પર ફાઈનલ લાદી દીધી છે. ભારતને મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે કાંગારૂ ટીમને મેચ ફીના 80 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયા નિર્ધારિત સમય મુજબ 5 ઓવર પાછળ હતી, જ્યારે કાંગારૂ ટીમ 4 ઓવર પાછળ હતી.ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટેની ICC આચાર સંહિતાની કલમ 2.22 અનુસાર, જ્યારે ટીમ નિર્ધારિત સમયમાં તેની ઓવર પૂરી કરવામાં નિષ્ફળ જાય તો ખેલાડીઓને ફેંકવામાં આવેલી દરેક ઓવર માટે તેમની મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવે છે. તેથી, 5 ઓવર પાછળ રહેવાને કારણે, ટીમ ઇન્ડિયાની સંપૂર્ણ ફી કાપવામાં આવી હતી અને ફાઇનલનો 80 ટકા ઓસ્ટ્રેલિયા પર લાદવામાં આવ્યો હતો.