Site icon Revoi.in

ICC ODI રેન્કિંગ જારી -શુભમન ગિલ બાબરને પછાડીને નંબર વન વન-ડે બેટ્સમેન બન્યો

Social Share

દિલ્હીઃ  ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરીને વિશ્વભરમાં ચર્ચામાં  છે. ભારતની ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની તેની તમામ મેચો જીતી છે. ટીમના તમામ ખેલાડીઓ સારા ફોર્મમાં છે અને મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

હવે ટીમ ઈન્ડિયા સતત આઠ મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.ત્યારે હવે ભારતીય ખેલાડીઓએ વનડેમાં બેટ્સમેન અને બોલરોની રેન્કિંગમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે.લાંબા સમયથી વનડેમાં નંબર વન બેટ્સમેન રહેલા પાકિસ્તાનના બાબર આઝમને હરાવીને ભારતનો શુભમન ગિલ વનડેમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે.

આ સાથે જ શુભમ ગિલને પહેલીવાર ODIમાં નંબર વન રેન્કિંગ હાંસલ કર્યું છે. આ સાથે જ ભારતના મોહમ્મદ સિરાજે ફરી એકવાર ODI બોલરોમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. તેણે પાકિસ્તાનની શાહીન આફ્રિદીને પાછળ છોડી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.ગિલ ઉપરાંત શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. તે ત્રણ સ્થાનની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચ્યો હતો. કોહલીનો રેટિંગ પોઈન્ટ ત્રીજા સ્થાને રહેલા ક્વિન્ટન ડી કોક કરતા એક પોઈન્ટ ઓછો છે.

આ સાથે જ વિરાટે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 543 રન બનાવ્યા છે. બેટ્સમેન અને બોલરોની ટોપ 10 રેન્કિંગમાં ઘણા ફેરફારો થયા છે. શ્રેયસ અય્યર પણ ODI બેટ્સમેનોની યાદીમાં 17 સ્થાનની છલાંગ લગાવીને 18માં સ્થાને પહોંચી ગયો છે.

પાકિસ્તાનના ફખર ઝમાને ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ઇનિંગ રમી હતી અને તેના રેન્કિંગમાં પણ સુધારો થયો છે. ત્રણ સ્થાનના સુધારા સાથે ફખર 11મા સ્થાને પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝદરાને મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. તેની રેન્કિંગમાં છ સ્થાનનો સુધારો થયો છે. તે ODI બેટ્સમેનોની રેન્કિંગમાં 12મા સ્થાને પહોંચી ગયો છે.